Get The App

60 વર્ષ બાદ મહાશિવરાત્રીએ શુભ યોગ, 3 રાશિના જાતકોનું બૅન્ક બેલેન્સ વધી શકે!

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
60 વર્ષ બાદ મહાશિવરાત્રીએ શુભ યોગ, 3 રાશિના જાતકોનું બૅન્ક બેલેન્સ વધી શકે! 1 - image


Image: Wikipedia

Maha Shivratri 2025: મહાશિવરાત્રિનો તહેવાર 26 ફેબ્રુઆરી 2025ના રોજ મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રિ પર એક મોટો દુર્લભ સંયોગ રહેશે. આ દિવસે લગભગ 60 વર્ષ બાદ ધનિષ્ઠા નક્ષત્ર, પરિઘ યોગ, શકુનિ કરણ અને મકર રાશિમાં ચંદ્રની હાજરી રહેશે.

જ્યોતિષવિદોનું કહેવું છે કે દુર્લભ સંયોગ ત્રણ રાશિના જાતકોને ભાગ્યશાળી બનાવી શકે છે. 

મેષ

મહાશિવરાત્રિથી તમારો ગોલ્ડન ટાઇમ શરુ થઈ શકે છે. મનની તમામ ઇચ્છાઓ પૂરી થશે. ધનની આવક વધશે અને ખર્ચમાં ઘટાડો આવશે. તમારી મનપસંદ નોકરીની ઓફર મળી શકે છે. પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કાર્યની ખૂબ પ્રશંસા થશે.

આ પણ વાંચો: ચાર રાશિના જાતકો માટે નવી નોકરી અને ધનલાભના યોગ, એક વર્ષ બાદ ગુરુનું મિથુનમાં ગોચર

મિથુન

આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધન સંબંધિત તમામ કાર્યોમાં સફળતા મળશે. સંબંધો મજબૂત થશે. દાંપત્ય જીવન પણ સુખદ રહેશે. માન સન્માનમાં વધારો થશે.

સિંહ

જીવનમાં નવી ખુશીઓનું આગમન થવાનું છે. રોકાણ કરનાર માટે આ સમય ખૂબ સારો માનવામાં આવી રહ્યો છે. આરોગ્ય સારું રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા કોઈ વિવાદથી તમને રાહત મળી શકે છે. રોકાયેલા કે અટકેલા રૂપિયા પણ તમને મળી શકે છે. 


Google NewsGoogle News