Get The App

Hanuman Puja Mantra: હનુમાનજીને પ્રસન્ન કરવા મંગળવારે આ મંત્રોનો કરો જાપ, ખુલી જશે કિસ્મત

જે વ્યક્તિ મંગળવારના રોજ બજરંગબલીના પૂજન પછી ખાસ મંત્રોના જાપ કરવામા આવે તો તેનાથી હનુમાનજીની કૃપા હંમેશા રહે છે

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
Hanuman Puja Mantra: હનુમાનજીને પ્રસન્ન કરવા મંગળવારે આ મંત્રોનો કરો જાપ, ખુલી જશે કિસ્મત 1 - image
Image Twitter 

તા. 26 ડિસેમ્બર 2023, મંગળવાર

Hanuman Puja Mantra:  મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે. એટલા માટે મંગળવારના રોજ બજરંગબલીના પુજન અને વ્રતનું વધારે મહત્વ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે જે સાધક મંગળવારના દિવસે ધ્યાન અને વિધિપુર્વક બજરંગબલીનું પૂજન- વ્રત કરે છે તેના જીવનના દરેક સંકટોનો નાશ થાય છે. જેના કારણે જીવનમાં ખુશીઓ આવે છે. આ સાથે હનુમાનજીના પૂજનથી સાધકની મનોકામના પુરી થાય છે. માન્યતા પ્રમાણે જે વ્યક્તિ મંગળવારના રોજ બજરંગબલીના પૂજન પછી ખાસ મંત્રોના જાપ કરવામા આવે તો તેનાથી હનુમાનજીની કૃપા હંમેશા રહે છે જેના દ્વારા શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ હનુમાનજીની પૂજાનો લાભ અને મંત્ર.

હનુમાનજીની પૂજા અને લાભ

1.  માન્યતા પ્રમાણે જે સાધક રામભક્ત હનુમાનની પૂજા કરે છે, તેની પાસે ક્યારેય ભૂત પિસાચ નજીક નથી આવતા. આ સાથે સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ ભૂત- પિસાચ દુર રહે છે. 

2. જે સાધક દર મંગળવાર અને શનિવારના રોજ હનુમાનાષ્ટકનો પાઠ કરે છે, તેને શનિ દોષમાંથી છુટકારો મળે છે. 

3. જે વ્યક્તિ રોજ રામ ભક્ત હનુમાનજીનું પૂજન કરે છે તેને દરેક દુર્ઘટનાથી બચાવ થાય છે. એવુ માનવામાં આવે છે કે હનુમાનજી વ્યક્તિના દરેક સંકટોનો નાશ કરે છે.

4. ધાર્મિક માન્યતા પ્રમાણે દરરોજ પૂજા પાઠ કરવાથી તેને દરેક રોગોમાંથી છુટકારો મળે છે.

5.જો તમે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હોવ તો રોજ નિયમિત રીતે બજરંગબલીની પૂજા કરો. તેનાથી તમારા ઘરમાં ધનની દેવી માં લક્ષ્મીનો વાસ થશે અને માં લક્ષ્મીના દ્વાર ખુલ્લી જશે.

હનુમાન મંત્ર

1. ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय 

सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा!

2. ऊँ नमो हनुमते रुद्रावताराय विश्वरूपाय अमितविक्रमाय

प्रकट-पराक्रमाय महाबलाय सूर्यकोटिसमप्रभाय रामदूताय स्वाहा।

3. ओम नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय

सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा।

4. मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं कपीश्वर |

यत्पूजितं मया देव! परिपूर्ण तदस्तु मे ||

5. वायुपुत्र ! नमस्तुभ्यं पुष्पं सौवर्णकं प्रियम् |

पूजयिष्यामि ते मूर्ध्नि नवरत्न – समुज्जलम् ||

6. ऊँ नमो हनुमते रुद्रावताराय परयन्त्रतन्त्रत्राटकनाशकाय सर्वज्वरच्छेदकाय 

सर्वव्याधिनिकृन्तकाय सर्वभयप्रशमनाय सर्वदुष्टमुखस्तंभनाय सर्वकार्यसिद्धिप्रदाय रामदूताय स्वाहा।

7. महाबलाय वीराय चिरंजिवीन उद्दते।

हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये।।


Google NewsGoogle News