Get The App

ભારત નહીં, થાઈલેન્ડ અને મલેશિયા સહિત આ દેશોમાં હનુમાન દાદાના વિશાળ પગલાંના નિશાન

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
ભારત નહીં, થાઈલેન્ડ અને મલેશિયા સહિત આ દેશોમાં હનુમાન દાદાના વિશાળ પગલાંના નિશાન 1 - image
Image Freepic

Hanuman Jayanti Celebrate:  આજે દેશભરમાં ભગવાન શ્રી રામના પરમ ભક્ત પવનપુત્ર હનુમાનજીનો જન્મોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. આજે અમે તમને જે તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમે સમજી શકો છો કે તેઓ કેટલા વિશાળ હશે. ધરતી પર ભગવાનની પ્રાચીન હાજરીના ભૌતિક નિશાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમના વિશાળ પગના નિશાન પથ્થર પર એવી રીતે અંકિત થયેલા છે કે, જાણે પથ્થર પણ ભગવાનના શરીરનું વજન સહન નથી કરી શકતો. 

જેના કારણે તેમના પગના નિશાન જમીન પર ઉતરી આવ્યા હતા. આજે આ આર્ટિકલમાં અમે તમને એવી જ કેટલીક જગ્યાઓ વિશે વાત કરવાના છીએ કે જ્યા જમીન પર ભગવાનના મોટા પગના નિશાન જોવા મળે છે. 

એવું માનવામાં આવે છે કે, આમાથી કેટલાક પગના નિશાન કરોડો વર્ષ જૂના છે. ધરતી પરના લોકો રામાયણમાં વર્ણવામાં આવેલા ભગવાન રામના મહાન ભક્ત ભગવાન હનુમાનથી જ પરિચિત છે, લોકોની માન્યતા છે કે હનુમાનજી આજે પણ પૃથ્વી પર આપણી વચ્ચે છે.

ભારત નહીં, થાઈલેન્ડ અને મલેશિયા સહિત આ દેશોમાં હનુમાન દાદાના વિશાળ પગલાંના નિશાન 2 - image
Image Freepic 

આ છે ભગવાનના પગના નિશાન 

આ નિશાન શ્રીલંકામાં ભગવાન હનુમાનના પગના નિશાન હોવાનું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, જ્યારે હનુમાન ભારતથી શ્રીલંકા ગયા ત્યારે તેઓ આ જગ્યા પર ઉતર્યા હતા. ત્યારે તેમના શરીરની તાકાત એટલી હતી કે તેમણે પથ્થર પર મુક્યો તો તેમના પગના નિશાન આ રીતે પથ્થર પર છપાઈ ગયા હતા.

વિદેશમાં પણ આ જગ્યાએ હનુમાનજીના પગના નિશાન જોવા મળે છે

ભારત નહીં, થાઈલેન્ડ અને મલેશિયા સહિત આ દેશોમાં હનુમાન દાદાના વિશાળ પગલાંના નિશાન 3 - image
Image Freepic

ભગવાન હનુમાનના આટલા મોટા પગનું નિશાન મલેશિયાના પેનાંગમાં જોવા મળે છે. અહીં લોકો હનુમાનજીના પગના દર્શન કરવા માટે દૂર-દૂરથી અહીં આવે છે. ભક્તો સૌભાગ્ય માટે અહીં પગના નિશાન પર સિક્કા ઉછાળે છે. 

થાઈલેન્ડમાં પણ જોવા મળે છે હનુમાનજીના પગના નિશાન

આ તસવીર ભારતની નથી પરંતુ થાઈલેન્ડની છે. પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ આધારભૂત માહિતી મળી નથી. આવો જ પગનું નિશાન તમને આંધ્ર પ્રદેશના લેપાક્ષીમાં પણ જોવા મળશે. અહીંના સ્થાનિક લોકોની એવી માન્યતા છે, કે આ પગના નિશાન ભગવાન હનુમાનના છે તો કેટલાક લોકો કહે છે કે તે માતા સીતાના પગના નિશાન છે.

લેપાક્ષીના ઐતિહાસિક શહેર વિશે તમે ભારતીય મહાકાવ્ય રામાયણમાં વાંચ્યુ હશે, જ્યારે રાવણ દેવી સીતાનું અપહરણ કરીને લંકા તરફ જઈ રહ્યો હતો, ત્યારે જટાયુ નામના પક્ષીએ તેની સાથે યુદ્ધ કર્યું.

ત્યારે ધરતી પર માતા સીતાના પગના નિશાન બન્યા હતાં. જટાયુ લાંબા સમય સુધી રાવણ સામે લડી શક્યો ન હતો અને આ જ સ્થળે પડી ગયો. વાલ્મીકિ રામાયણ પ્રમાણે ભગવાન રામ, લક્ષ્મણ સાથે આ જ જગ્યાએ મૃત્યુ પામતા પક્ષીરાજ જટાયુને મળ્યા હતા.


Google NewsGoogle News