Get The App

હનુમાન ચાલીસાનો પાઠ કરતાં સમયે કયા નિયમોનું કરવું જોઈએ પાલન? કષ્ટ દૂર કરશે દાદા

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
હનુમાન ચાલીસાનો પાઠ કરતાં સમયે કયા નિયમોનું કરવું જોઈએ પાલન? કષ્ટ દૂર કરશે દાદા 1 - image


Hanuman Chalisa Rules: ભગવાન રામના પરમ ભક્ત એવા હનુમાનજીને બજરંગબલી, સંકટમોચન, અંજનીપુત્ર સહિત અનેક નામોથી ઓળખવામાં આવે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની મુશ્કેલીઓનો દૂર થાય છે અને સુખ-શાંતિ મળે છે. બજરંગબલીને પ્રસન્ન કરવા માટે નિયમિત રીતે તેમની પૂજા- અર્ચના કરવી જોઈએ. હનુમાનજીની કૃપા પાપ્ત કરવા સૌથી સરળ ઉપાય છે, હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

હનુમાન ચાલીસાના પાઠ કરવાના નિયમો

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, જે પણ વ્યક્તિ વિધિ વિધાનપૂર્વક અને શ્રદ્ધાભાવથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તેના પર હંમેશા બજરંગબલીની કૃપા બની રહે છે. પરંતુ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. કેટલીકવાર આપણાથી જાણે અજાણે કેટલીક ભૂલો થઈ જાય છે જે ખૂબ ભારે થઈ પડે છે. આજે અમે તમને હનુમાન ચાલીસા કરતી વખતે કેટલાક નિયમો પાળવા જરુરી છે તેના વિશે વાત કરીશું. 

  • હનુમાન ચાલીસાનો પાઠ શરુઆત કરતાં પહેલા  ભગવાન ગણેશની પૂજા કરવી જરૂરી છે. ત્યાર બાદ ભગવાન રામ અને માતા સીતાને વંદન કરીને હનુમાન ચાલીસાનો પાઠ શરઆત કરવી જોઈએ.
  • હનુમાન ચાલીસાનો પાઠ હંમેશા જમીન પર આસન પાથરીને તેના બેસીને કરવો જોઈએ.
  • હનુમાન ચાલીસાના પાઠ દરમિયાન પવિત્રતા જળવાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી હંમેશા શુદ્ધતા અને સ્વચ્છતાનું ધ્યાન રાખો.
  • શાસ્ત્રોમાં જણાવ્યાં પ્રમાણે હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરવો જોઈએ. આ વાતનો ઉલ્લેખ હનુમાન ચાલીસામાં પણ કરવામાં આવ્યો છે. 'જો સતબાર પાઠ કરે કોઈ, છૂટહિ બંદિ મહાસુખ હોઈ ' આ પંક્તિનો અર્થ એ છે કે જે પણ હનુમાન ચાલીસાનો સો વખત પાઠ કરે છે, તે દરેક બંધનોમાંથી મુક્ત થઈને સુખની પ્રાપ્તિ કરે છે.
  • હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી તેમને તેમનુ પ્રિય ભોગ અવશ્ય ચઢાવો.

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ થાય છે

  • ધાર્મિક માન્યતાઓ પ્રમાણે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને ઘર- ઓફિસમાં સકારાત્મકતાનો વાસ થાય છે.
  • મોક્ષની પ્રાપ્તિ માટે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
  • દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિમાં આધ્યાત્મિક શક્તિ, આત્મ શક્તિ અને મનોબળમાં વધારો થાય છે.

Google NewsGoogle News