Vastu Tips: ઘરના મુખ્ય દ્વાર પર લગાવો માં લક્ષ્મી-ગણેશજીની તસવીર, મળશે સુખ સમૃદ્ધિ
Image Source: Twitter
અમદાવાદ, તા. 31 જાન્યુઆરી 2024 બુધવાર
વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર પર અમુક એવી તસવીર લગાવવા માટે જણાવાયુ છે જેમને લગાવવાથી ઘણા પ્રકારની સમસ્યાથી છુટકારો મળે છે. ઘરના મેઈન ગેટને દરેક પોતાના અનુસાર તેને સજાવે છે. કોઈ છોડ લગાવે છે તો કોઈ વિંડ ચેન તો કોઈ ભગવાનની તસવીર. દરમિયાન કઈ વસ્તુ વાસ્તુના અનુસાર શુભ અને લાભકારી માનવામાં આવે છે.
આમ તો બજારમાં ઘણા પ્રકારના ભગવાનની તસવીર મળી જાય છે પરંતુ કોઈ પણ તસવીરને લગાવ્યા પહેલા વાસ્તુનું જ્ઞાન હોવુ જરૂરી છે. જોકે આવુ ન કરવા પર ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તે સ્વાસ્થ્ય સંબંધિત હોઈ શકે છે કે પછી આર્થિક રીતે જોડાયેલો હોય.
માતા લક્ષ્મીની તસવીર
વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ધનની દેવી માતા લક્ષ્મીની તસવીર લગાવવામાં આવી શકે છે. વ્યક્તિ ઈચ્છે તો માતા લક્ષ્મીની મૂર્તિ પણ લગાવી શકે છે. માતા લક્ષ્મીની તસવીર લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે. એટલુ જ નહીં માતા લક્ષ્મીની તસવીર લગાવવાથી તે પ્રસન્ન રહે છે અને તેમના આશીર્વાદ જળવાઈ રહે છે. જેનાથી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
માતા લક્ષ્મીની તસવીર આવી હોવી જોઈએ
ધ્યાન રાખવુ કે તસવીરમાં માતા લક્ષ્મી હસતા નજર આવે. સાથે જ તેઓ ઊભેલા હોવા ન જોઈએ.
ભગવાન ગણેશની તસવીર
ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની તસવીર લગાવો. આવી તસવીર લગાવવાથી ઘરમાં ખુશહાલી આવે છે.
ભગવાન ગણેશની તસવીર કેવી હોવી જોઈએ
ધ્યાન રાખો કે ભગવાન ગણેશની એવી તસવીરને લગાવો જેમાં તેમની સૂંઢ ડાબી તરફ હોય. આ તસવીરને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં જ લગાવો.