જાન્યુઆરીમાં આ તારીખે બનશે ગુરુ પુષ્ય યોગ, ઘરેણાં ખરીદવાનો છે શુભ દિવસ
શાસ્ત્રમાં કુલ 27 નક્ષત્રોમાનું એક નક્ષત્ર છે પુષ્ય
આ મહિનામાં ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ 25 જાન્યુઆરીના રોજ બની રહ્યો છે
તા. 9 જાન્યુઆરી 2024, મંગળવાર
Guru Pushya yog : ગ્રહ-નક્ષત્રોના રાશિ પરિવર્તનથી કેટલાય યોગ બનતા હોય છે. ગ્રહ નક્ષત્રોના હિસાબે વર્ષ 2024 ખૂબ સારુ રહેનારુ છે. આ આખા વર્ષમાં કેટલાક શુભ યોગ બનતા હોય છે જેમાથી સૌથી શ્રેષ્ઠ ગુરુ પુષ્ય યોગ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 27 નક્ષત્રોમાનું એક નક્ષત્ર પુષ્ય છે.
ગુરુ પુષ્ય યોગનો દિવસ સોનું ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે
ગુરુ અને પુષ્ય નક્ષત્રના મિલનના કારણે આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રીઓના કહેવા પ્રમાણે આ યોગ દરમિયાન કરવામાં આવેલ કાર્યોમાં ચોક્કસ સફળતા મળે છે. ગુરુ પુષ્ય યોગનો દિવસ સોનું ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જાન્યુઆરીમાં આ દિવસે ગુરુ પુષ્ય યોગ
આ મહિનામાં ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ 25 જાન્યુઆરીના રોજ બની રહ્યો છે. આ નક્ષત્રમાં વ્યાપારનો શુભારંભ કરવો, ખરીદી કરવી અને ધનનું રોકાણ કરવું વગેરે કાર્યોમાં ખૂબ જ લાભકારી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પુષ્ય નક્ષત્રને દેવતાઓ દ્વારા પૂજન કરવામાં આવતું નક્ષત્ર માનવામાં આવે છે.
ગુરુ પુષ્ય નક્ષત્રનો મહાલાભ
જ્યોતિષચાર્યના કહેવા પ્રમાણે આ નક્ષત્ર સ્થાયી છે જે લોકોને કોઈ પણ વસ્તુ ખરીદવા પર મોટો લાભ આપનારુ હોય છે. એટલે આ નક્ષત્રમાં જમીન, મકાન, રત્ન, સોનુ, ચાંદીની ખરીદી કરવી લાભકારી માનવામાં આવે છે. તેમજ આ નક્ષત્ર દરમિયાન ધનનું રોકાણ કરવું લાભદાયી હોય છે.