આજે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ: વિષ્ણુ ભગવાનના મંત્ર જાપથી મળશે ઉત્તમ ફળ, જાણો શુભ મુહૂર્ત
Guru Pushya Nakshatra 2024: ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ એ ખૂબ શુભ યોગ કહેલો છે, ગુરુવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે આ શુભ યોગ રચાય છે. આ યોગમાં ધંધા રોજગારીના ચોપડાની ખરીદી, સોનું, ચાંદી, વાસણો, વાહનો, દસ્તાવેજ, તેમજ દેવી દેવતા કે વિશિષ્ટ ઉપાસના હેતુ યંત્ર ખરીદવા કે સિદ્ધ કરવા અને કોઈ પૂજા સાધના માટે આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર ગુરુ ગ્રહના જાપ કરવા પણ હિતકારી છે ઉપરાંત શિવ મંદિરમાં જળ અભિષેક, પીપળાના વૃક્ષને જળ સિંચન કરતાં પ્રદક્ષિણા કે વિષ્ણુ ભગવાનના મંત્ર જાપથી ઉત્તમ ફળ મળે છે.
ગુરુ પુષ્ય નક્ષત્ર યોગનો શુભ સમય
ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ તા.21/11/24 સવારે 7:00થી 15:35 સુધી રહેશે.
જેમાં સવારે 07:00થી 08:15 અને બપોરે 11:05થી 03:05 રહેશે.
ગ્રહોની સ્થિતિ અને બજાર
જ્યોતિષાચાર્ય અનુસાર, જ્યોતિષ ગણતરી ગ્રહયોગ મુજબ શેરબજાર નજીકના દિવસો દરમ્યાન તેજી તરફી એટલે હાલ મંદીનો માહોલ છે, તેમાં થોડું નિયંત્રણ આવી શકે તેવી સંભાવના બની શકે છે અને તે બાદ બજાર નરમ પડે તેવી પણ સંભાવના રહેલી છે. સોના ચાંદી જેવી ધાતુની ખરીદીનું પ્રમાણ વધે.
આ ઉપાય વિદ્યાર્થીઓને આપશે શુભ ફળ
જે વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં દ્વિધા રહેતી હોય તેઓ આ દિવસે પોતાના ભણવા માટે કોઈ પુસ્તક કે લખવા માટેની બુક લાવી પ્રભુ સ્મરણ કરે તો તે શુભ ફળ આપશે.
આ પણ વાંચો:
ગુરુ પુષ્ય નક્ષત્રમાં આ વસ્તુ ખરીદવાનો છે મહિમા
ગુરુ પુષ્ય નક્ષત્રમાં સોનું, ચાંદી કે અગત્યની વસ્તુ ખરીદવાનો મહિમા પણ રહેલો છે જો સોનું ચાંદી ખરીદવું અનુકૂળ ન બનતું હોય તો હળદરની ગાંઠ લાવી તેમાં થોડા ચોખાના દાણા અર્પણ કરી ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી અને તેને એક રૂમાલમાં વાળી પોતાના ઘરના પૂજા સ્થાન સમીપ રાખવાથી પણ શુભ ઉર્જા મળે તેવું પણ વિદ્વાનો પાસેથી જાણવા મળે છે.
આ ગુરુ પુષ્ય નક્ષત્રમાં ગુરુ વૃષભ રાશિમાં (જે શુક્રની રાશિ છે) અને શુક્ર ધન રાશિમાં(જે ગુરુની રાશિ છે)નો શુભ રાશિ પરિવર્તન યોગ બની રહ્યો છે.
દેવ-દેવીના યંત્ર ખરીદી કરવા કે જો ઘરમાં પૂજામાં રાખેલા હોય તો આ દિવસે યોગ્ય માર્ગદર્શન મુજબ પૂજા જાપ કરવા પણ વિશેષ લાભદાયક બની શકે છે.