Get The App

કાલે બની રહ્યો છે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ, સોનું, ઘર અને વાહન ખરીદવા માટે જુઓ શુભ મુહૂર્ત

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
Guru Pushya Nakshatra


Guru Pushya Nakshatra 2024: પુષ્ય નક્ષત્ર મુંડન, ગૃહપ્રવેશ, નવા વેપારની શરુઆત, રોકાણ, વાહન, સોનું, મિલકત કે કોઈ વિશેષ શુભ કાર્યો માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર દર મહિને આવે છે પરંતુ જ્યારે ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ આવે છે ત્યારે તેને ગુરુ પુષ્ય નક્ષત્ર અથવા ગુરુ પુષ્ય યોગ કહેવાય છે. ચાલો જાણીએ કે ઑક્ટોબર 2024માં દિવાળી પહેલા ગુરુ પુષ્ય નક્ષત્ર ક્યારે છે.

ઑક્ટોબર 2024માં ગુરુ પુષ્ય નક્ષત્ર ક્યારે છે?

ગુરુ પુષ્ય નક્ષત્ર 24 ઑક્ટોબર 2024 ના રોજ છે એટલે કે ધનતેરસ અને દિવાળી પહેલાં. આ દિવસે વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે વસ્તુ ખરીદવાથી લાંબો સમય ચાલે છે અને લાભ આપે છે.  

ગુરુ પુષ્ય નક્ષત્ર 2024નું મુહૂર્ત 

આ વર્ષનું છેલ્લું ગુરુ પુષ્ય નક્ષત્ર 24 ઑક્ટોબર 2024ના રોજ સવારે 06.15 કલાકે શરુ થશે અને 25 ઑક્ટોબર 2024ના રોજ સવારે 7.40 કલાકે સમાપ્ત થશે. આથી 24મી ઑક્ટોબરનો આખો દિવસ ખરીદી માટે શ્રેષ્ઠ છે.

સોનું અને વાહનો ખરીદવાનો સમય - સવારે 11.43થી 12.28 સુધી

લાભના ચોઘડિયા - બપોરે 12.05 વાગ્યાથી 1.29 સુધી 

શુભ ચોઘડિયા - સાંજે 04.18 વાગ્યાથી 5.42 સુધી 

ગુરુ પુષ્ય નક્ષત્રનું મહત્ત્વ

ગુરુ ગ્રહ અને પુષ્ય નક્ષત્રને ધન, સમૃદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે, આથી બન્નેના સંયોગથી બનેલો આ યોગ ખૂબ જ શુભ છે. આ સમયમાં માતા લક્ષ્મી, શનિદેવ અને ભાગ્યના કારક ગુરુના આશીર્વાદ મળવાથી ગુરુ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલ કાર્ય ફળદાયી અને સમૃદ્ધિ આપે છે.

આ પણ વાંચો: ખર્ચ, ઝઘડા અને પરેશાનીઓ...: દિવાળી પહેલા આ ચાર રાશિના જાતકોના જીવનમાં મચશે ઉથલપાથલ

પુષ્ય નક્ષત્રમાં કઈ વસ્તુ ખરીદવી જોઈએ

- આ નક્ષત્રના દેવતા ગુરુ છે, જેનું મુખ્ય તત્ત્વ સોનું છે. આથી ગુરુ પુષ્ય યોગ દરમિયાન સોનું ખરીદવું શુભ છે. દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

- પુષ્ય નક્ષત્ર પર શનિના પ્રભાવને કારણે લોખંડનું પણ મહત્ત્વ છે.

- ચંદ્રના પ્રભાવથી ચાંદી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે.

- ગુરુ પુષ્ય નક્ષત્રમાં જમીન, મિલકત, મકાન, વાહન ખરીદવા શુભ છે.

- આ દિવસે દુકાનમાં દક્ષિણાવર્તી શંખ સ્થાપિત કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

- ગુરૂ પુષ્ય નક્ષત્રનો દિવસ બાળકોના શિક્ષણની શરુઆત માટે પણ શ્રેષ્ઠ છે.

કાલે બની રહ્યો છે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ, સોનું, ઘર અને વાહન ખરીદવા માટે જુઓ શુભ મુહૂર્ત 2 - image


Google NewsGoogle News