ગુરુ પૂર્ણિમાથી બદલાઈ જશે મિથુન-મીન સહિત આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, કારકિર્દી-વિવાહની અડચણ થશે દૂર
Image Freepic |
Guru Purnima 2024: ગુરુ પૂર્ણિમા વર્ષ 21 જુલાઈ, 2024 ને રવિવારના રોજ મનાવવામાં આવશે. હિન્દુ ધર્મમાં આ દિવસને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આજની તારીખે મહાભારતના રચયિતા ઋષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. એટલા માટે આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ તિથિને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમા 2024 તારીખ
- અષાઢ મહિનાની પૂનમની તિથિ 20 જુલાઈ,2024, શનિવારે સાંજે 5.59 કલાકે શરુ થશે.
- આ તિથિ 21 જુલાઈ, રવિવારના રોજ બપોરે 3.46 કલાકે સમાપ્ત થશે.
- આ કારણે 21 જુલાઈ, 2024, રવિવારના રોજ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે.
ગુરુ પૂર્ણિમાના દિવસથી ઘણી રાશિઓનું ભાગ્ય ખુલી રહ્યું છે. તેથી આ રાશિના લોકોને નોકરી, કરિયર અને લગ્નજીવન સંબંધિત ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે. જાણો કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે, જેમને ગુરુ પૂર્ણિમાના દિવસે ફાયદો થવાનો છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે લાભ થવાની સંભાવના જોવા મળી રહી છે. મેષ રાશિના લોકોના અટકેલા કામ કે લાંબા સમયથી વિલંભમાં પડેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમારું ભાગ્ય ચમરવા લાગશે. તમને તમારી મહેનતનું ફળ મળશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ મોટો લાભ થવાની સંભાવના છે. જો તમે કોઈ નોકરી કરી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન તમને અચાનક કોઈ લાભ થવાની સંભાવના છે. લાંબા સમયથી તમારા અટકેલા કામ પૂરા થશે. જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા, તો તમારું સપનું હવે પૂરું થશે. તમારા બોસ તમારા પર ખુશ રહેશે અને ટીમ સાથે તમારા સંબંધો સારા બનશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ શુભ સાબિત થશે. નોકરી, કારકિર્દી, આરોગ્ય અને લગ્નજીવન બાબતે ચાલી રહેલી અડચણોનો અંત આવશે. આ સમયગાળા દરમિયાન તમારા લગ્ન જીવનના સંબંધો મજબૂત બનશે. જો તમે કુંવારા છો તો તમારા લગ્ન થવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે.