આગામી 7 વર્ષ અતિચારી રહેશે બૃહસ્પતિ, 6 રાશિના જાતકોને ક્યારેય ધન નહીં ખૂટે!
Guru Gochar 2025: આગામી 14 મેના રોજ ગુરુ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ તારીખથી ગુરુની ત્રણ ગણી આક્રમક ગતિ શરૂ થશે. ગોચરનો ગુરુ કેટલીક રાશિઓને ઝડપી લાભ આપે છે. સામાન્ય રીતે ગુરુ ગ્રહ એક રાશિથી બીજી રાશિમાં 12 થી 13 મહિના સુધી રહે છે. પરંતુ જ્યારે તેઓ ઝડપથી ગોચર કરે છે, ત્યારે વ્યક્તિને ઝડપી પરિણામો મળે છે. આ વર્ષે ગુરુ ગ્રહ 14 મે, 18 ઓક્ટોબર અને 5 ડિસેમ્બર એમ ત્રણવાર રાશિ બદલશે. અને ગુરુનું ગોચર 2032 સુધી રહેશે.
આ પણ વાંચો: શનિ સૂર્યનો શક્તિશાળી રાજયોગ, 15 મે સુધી આ 3 રાશિના જાતકો માટે શુભ સમય
મેષ રાશિ
વિદેશમાં કામ કરવાનું કે સ્થાયી થવાનું સ્વપ્ન જોનારા લોકોને સુવર્ણ તક મળી શકે છે. ક્રિએટિવ ફીલ્ડમાં કામ કરતા લોકોને ફાયદો થશે.
સિંહ રાશિ
મિલકત ખરીદવા અથવા રોકાણ કરવા પર મોટો નફો થઈ શકે છે. આ ઉપરાંત નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે.
કન્યા રાશિ
નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે. ખર્ચ ઘટશે અને બેંક બેલેન્સ વધશે. તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે.
તુલા રાશિ
વ્યાપાર કરતાં લોકો અને નોકરી કરતાં જાતકો બંનેને પ્રગતિ માટે સમાન તકો મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો.
આ પણ વાંચો: શુક્ર ગોચરના કારણે માલામાલ થશે આ 5 રાશિના જાતકો, ધનલાભની સાથે પ્રેમ પણ મળશે
કુંભ રાશિ
દક્ષિણ તરફ મુસાફરી કરીને તમને પૈસા કમાવવાની તકો મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે. તમે નવી મિલકત ખરીદી શકો છો.
મીન રાશિ
કામ કરવામાં રુચી લાગશે. વ્યવસાયમાં ખૂબ પ્રગતિ જોના મળે. આવકમાં ઝડપી વધારો થશે. આવકના સ્ત્રોતોમાં વધારો થતો રહેશે.