વર્ષ 2025 સુધી મેષ-કર્ક સહિત આ રાશિના જાતકોને થશે લાભ જ લાભ: 12 વર્ષ બાદ બન્યો કુબેર યોગ
Image Envato |
Guru Gochar 2024: સમગ્ર બ્રહ્માંડમાં કુલ 9 ગ્રહો છે. દરેક ગ્રહોની પોત પોતાની એક આગવી વિશેષતાઓ રહેલી છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગુરુ ગ્રહ બીજા નંબરનો સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે. એવું માનવામાં આવે છે કે, ગુરુ એક રાશિથી બીજી રાશિમાં લગભગ 13 મહિના પછી ગોચર કરે છે. તમને જણાવી દઈએ કે, ગુરુ મે મહિનાની 1લી તારીખના રોજ વૃષભ રાશિમાં ગોચર કરશે. દેવગુરુ ગુરુના વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી કુબેર યોગનું નિર્માણ થવાનું છે. કુબેર યોગ બનવાથી કેટલીક રાશિઓને ધન- દૌલતમાં વધારો થશે. આવો આજે એ જાણીએ કે, મે મહિનામાં કઈ કઈ ભાગ્યશાળી રાશિઓને કુબેર યોગનો લાભ મળવાનો છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે કુબેર યોગ ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે. કારણ કે. ગુરુ મેષ રાશિમાં ધન અને વાણીના ઘરમાં ભ્રમણ કરશે. આવી સ્થિતિમાં મેષ રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. અચાનક ધન લાભ થવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. તેમજ જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને સ્થાન પરિવર્તન સાથે- સાથે પ્રમોશનનો યોગ બની રહ્યો છે. પરિવારમાં ખુશીઓનો માહોલ જોવા મળે. આ ઉપરાંત કોઈપણ કાર્યમાં પરિવારનો સાથ સહકાર મળી રહેશે.
કર્ક રાશિ
વૃષભ રાશિમાં કુબેર યોગ બનવાથી કર્ક રાશિના જાતકોને પણ મોટો ફાયદો થઈ શકે છે, કારણ કે કર્ક રાશિવાળા લોકોની કુંડળીના નવમા ભાવમાં કુબેર યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં કર્ક રાશિવાળા લોકો માટે ભાગ્ય હંમેશા સાથ આપશે. તેમજ જે લોકો વેપાર સાથે જોડાયેલા છે, તેમને બમણો લાભ મળી શકે છે. તમને બિઝનેસ સંબંધિત કોઈ મોટા વેપારનો સોદો મળી શકે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. આ સાથે તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહેશે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં ક્યાંક દૂરનો પ્રવાસનું આયોજન થઈ શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે પણ કુબેર યોગ ખૂબ જ શુભદાયી સાબિત થશે. કારણ કે સિંહ રાશિવાળા લોકોની કુંડળીમાં દેવ ગુરુ ગુરુ કર્મ ભાવમાં ભ્રમણ કરશે. એટલે આવી સ્થિતિમાં તમે નોકરી અને કારોબારમાં અકલ્પનીય લાભ મેળવી શકો છો. કરિયરમાં અચાનક કોઈ બદલાવ આવી શકે છે. આ સાથે તમારા ગુરુજનોનો સાથ મળી રહેશે. તેમજ પિતા તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારી વર્ગને મોટો ફાયદો થઈ શકે છે.