Get The App

ગુરૂ દત્તાત્રેય મહારાજ જયંતિઃ જાણો દત્તાત્રેય મહારાજે કોને બનાવ્યા પોતાના ગુરૂ, તેમની પાસેથી શું મળી શીખ?

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
ગુરૂ દત્તાત્રેય મહારાજ જયંતિઃ જાણો દત્તાત્રેય મહારાજે કોને બનાવ્યા પોતાના ગુરૂ, તેમની પાસેથી શું મળી શીખ? 1 - image


Guru Dattatreya Jayanti: આજે ગુરૂ દત્ત જયંતિનો પાવન પ્રસંગ છે. ગુરૂ દત્તાત્રેય મહારાજના સાધકો દત્તાત્રેય મહારાજ પ્રત્યે પોતાની અનોખી શ્રદ્ધા ધરાવે છે. ગુરૂ દત્તાત્રેય મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 24 જેટલાં ગુરૂ સ્થાપિત કર્યાં હતાં. નોંધનીય છે કે, ગુરૂ દત્તાત્રેય જેની પણ પાસેથી શીખ મેળવતા તેને પોતાના ગુરૂ કહેતાં. 

ગુરૂ દત્તાત્રેયનું માનવું હતું કે, જે શીખ આપે તે ગુરૂ. ગુરૂ દત્તાત્રેયે પ્રાણી-પક્ષી સહિત પ્રકૃતિના 24 જીવોને ગુરૂ તરીકે પ્રસ્થાપિત કરી તેમાંથી શીખ લેવાનો બોધ આપ્યો હતો. ગુરૂ દત્તાત્રેયના બોધપાઠ અનુસાર, આ 24 ગુરૂમાંથી કોઈને કોઈ શીખ જરૂર મેળવવી ડોઈએ. આ સાથે જ માનવ કલ્યાણ માટે હિન્દુ ધર્મની સ્થાપના અને તેના પ્રચાર-પ્રસાર માટે પણ ઉપદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ બાબા વેંગાની વર્ષ 2025 માટે ડરામણી ભવિષ્યવાણી, જાણો શું થવાનું છે આગામી વર્ષમાં

જે શીખ આપે તે ગુરૂ

ઉલ્લેખનીય છે કે, પોતાના સાધના કાળ દરમિયાન ગુરૂ દત્તાત્રેયે જેની પાસેથી શીખ મેળવી તેને પોતાના ગુરૂ બનાવ્યા હતાં. ગુરૂ દત્તાત્રેય એવું માનતા કે, જે પણ વસ્તુ કે જીવ આપણને સદગુણોની શિક્ષા આપે અથવા જીવન જીવવાની પદ્ધતિ પ્રત્યે માહિતગાર કરે તે તમામ ગુરૂની ભૂમિકા ભજવે છે. 

દત્તાત્રેય મહારાજના 24 ગુરૂ

ગુરૂ દત્તાત્રેયે સાધના દરમિયાન શ્વાન, ગણિકા, કબૂતર, સૂર્ય, વાયુ, હરણ, સમુદ્ર, પતંગિયા, હાથી, આકાશ, જળ, મધમાખી, માછલી, બાળક, કુનડ પક્ષી, આંખ, ચંદ્રમા, કુમારિકા, તીર-કામઠા બનાવનાર, સાપ, કરોળિયો ભૃંગી કીડો, અજગર, ભમરો જેવા પૃથ્વી પરના જીવ અને તત્ત્વો પાસેથી શીખ મેળવી તેમને પોતાના ગુરૂ બનાવ્યા હતાં. 

કહેવાય છે કે ભગવાન દત્તાત્રેયમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની શક્તિઓ સમાયેલી છે. તેને છ હાથ અને ત્રણ મુખ છે. તેમના પિતા ઋષિ અત્રિ અને માતા અનુસૂયા છે. એવું માનવામાં આવે છે કે સ્મરણ માત્રથી ભગવાન દત્તાત્રેય ભક્તોની મદદ કરે છે. 

આ પણ વાંચોઃ વર્ષ 2025માં આ રાશિના જાતકો પર લાગશે શનિની પનોતી, જાણો બચવાના ઉપાય 

ગુરૂ દત્તાત્રેયની જન્મ જયંતિ પર ચાલો જાણીએ કે, આ 24 ગુરૂ પાસેથી દત્તાત્રેય મહારાજે શું શીખ મેળવી હતી?

  1. પૃથ્વી: પૃથ્વી પાસેથી દત્તાત્રેય મહારાજે સહનશીલતા અને પરોપકારની ભાવના શીખી હતી.
  2. પિંગલા વેશ્યા: પિંગલા વેશ્યા પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, ફક્ત પૈસા માટે જ જીવન ન જીવવું જોઈએ.
  3. કબૂતરઃ કબૂતર પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, કોઈની સાથે વધુ મોહ દુઃખનું કારણ બને છે.
  4. સૂર્યઃ સૂર્ય પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, આત્મા એક જ છે, પરંતુ તે અનેક રૂપમાં જોવા મળે છે.
  5. વાયુઃ વાયુ પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, ખરાબ લોકોની સાથે રહેવા છતાં આપણે આપણું સારાપણું છોડવું ન જોઈએ.
  6. હરણઃ હરણ પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, મોજ-મસ્તીમાં એટલું ન ખોવાઈ જવું કે આપણે લાપરવાહ બની જઈએ. 
  7. સમુદ્રઃ સમુદ્ર પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, જીવનના ગમે તેવા ઉતાર-ચઢાવમાં આપણે ખુશ અને ગતિશીલ રહેવું જોઈએ.
  8. પતંગિયુંઃ પતંગિયા પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, કોઈના રૂપ-રંગથી આકર્ષાઈને ખોટા મોહમાં ગુંચવાવું ન જોઈએ.
  9. હાથીઃ હાથી પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, સંન્યાસી અને તપસ્વી પુરૂષે સ્ત્રીથી દૂર રહેવું જોઈએ.
  10. આકાશઃ આકાશ પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, દેશ, કાળ, પરિસ્થિતિઓના લગાવથી દૂર રહેવું જોઈએ.
  11. પાણીઃ દત્તાત્રેય મહારાજે પાણી પાસેથી શીખ મેળવી કે, આપણે હંમેશા પાણીની જેમ પવિત્ર રહેવું જોઈએ.
  12. મધમાખીઃ મધમાખી પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, જરૂરિયાતથી વધારે વસ્તુ એકઠી ન કરવી જોઈએ.
  13. માછલીઃ માછલી પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, સ્વાદનો મોહ ન રાખવો અને સ્વાસ્થ્ય માટે સારૂ હોય તેવું જ ભોજન આરોગવું.
  14. ટિંટોડીઃ ટિંટોડી પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, કોઈપણ વસ્તુને લાંબા સમય સુધી પાસે ન રાખવું.
  15. બાળકઃ બાળક પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, હંમેશા ચિંતામુક્ત અને પ્રસન્ન રહેવું જોઈએ. 
  16. ચંદ્રઃ ચંદ્ર પાસેથી દત્તાત્રેય મહારાજને શીખ મળી કે, આત્મા કોઈપણ પ્રકારના લાભ-હાનિથી બદલાતી નથી. 
  17. કુમારિકાઃ કુમારિકા પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, આપણે બીજાને પરેશાન કર્યા વિના શાંત રહીને કામ કરતાં રહેવું જોઈએ. 
  18. તીર: કામઠા બનાવનારઃ દત્તાત્રેય મહારાજે તીર-કામઠા બનાવનાર પાસેથી શીખ મેળવી કે, અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશમાં રાખવું જોઈએ. 
  19. સાપઃ સાપ પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, સંન્યાસીએ હંમેશા ફરતા રહેવું અને દરેક જગ્યાએથી જ્ઞાન એકત્ર કરતાં રહેવું અને પોતાનું જ્ઞાન વહેંચતા રહેવું.
  20. કરોળિયોઃ કરોળિયા પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, ભગવાન પોતે જ માયાજાળ રચે છે અને પોતે જ તેને સમાપ્ત કરી દે છે. 
  21. ભૃંગી કીડોઃ ભૃંગી કીડા પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, સારા કે ખરાબ જેવા વિચારોથી મન લગાવશો, મન એવું જ થઈ જશે.
  22. ભમરોઃ ભમરા પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, જ્યાં પણ સાર્થક વાત શીખવા મળે તેને ગ્રહણ કરી લેવી જોઈએ. 
  23. અજગરઃ અજગર પાસેથી દત્તાત્રેય મહારાજે શીખ મેળવી કે, આપણું જીવન સંતોષી હોવું જોઈએ. જે મળે તેને ખુશી-ખુશી ગ્રહણ કરી લેવું.

Google NewsGoogle News