Get The App

મહાકુંભમાં ગુજરાતની સાધ્વી બની પ્રથમ મહિલા મહામંડલેશ્વર, કહ્યું; 'માનવ કલ્યાણ માટે કાર્ય કરીશ'

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
મહાકુંભમાં ગુજરાતની સાધ્વી બની પ્રથમ મહિલા મહામંડલેશ્વર, કહ્યું; 'માનવ કલ્યાણ માટે કાર્ય કરીશ' 1 - image


Sadhvi Geeta Hari First Mahamandaleshwar: હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ યોજાઇ રહ્યો છે, 140 વર્ષ પછી મહાકુંભનો આ યોગ સંયોગ સર્જાયો હોવાથી દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા આવે છે. ત્યારે સાધ્વી ગીતા હરીને પ્રથમ મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે. સાધ્વી ગીતા હરી મૂળ ગુજરાતના છે. શ્રી પંચાયત નિર્મલ અખાડા દ્વારા તેમને મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું છે. 

સાધ્વી ગીતા હરી પ્રથમ મહિલા મહામંડલેશ્વર બનતાં તેમણે આભાર અને ખુશી વ્યક્ત કરી હતી. આ અખાડામાં પહેલાં કોઈ મહામંડલેશ્વર મહિલા સંત નહોતા, હું પ્રથમ મહિલા મહામંડલેશ્વર બની છું. શ્રી પંચાયત નિર્મલ અખાડા દ્વારા આ મહામંડલેશ્વરનું પદ આપ્યું છે, તેના માટે સૌ સંતોનો આભાર વ્યક્ત કરું છું.  મારા ગુરુજી જગતગુરુ અવિચલ દેવચાર્યજી મહારાજની કૃપા અને અખાડાના મહંત જ્ઞાનદેવસિંહજી મહારાજના આશીર્વાદથી આ બધું શક્ય બન્યું છે. 

26 જાન્યુઆરીએ પટ્ટાભિષેક યોજાયો હતો, આ મારા માટે યાદગાર અને ઐતિહાસિક દિવસ રહેશે. હું અત્યારે જે માનવ સેવા કરી રહી છું, તે આગળ પણ કરતી રહીશ.  મહામંડલેશ્વર બન્યા પછી મારી ભૂમિકા ઘણી બદલાઈ જશે. અખાડામાંથી મને જે પણ આદેશ મળશે તે પ્રમાણે દેશના હિત સાથે માનવ કલ્યાણ માટે કાર્ય કરીશ. મારા દેશ હિત સર્વોપરી છે. 


Google NewsGoogle News