Get The App

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

- બુધવાર 30 ડિસેમ્બરથી મંગળવાર 5 જાન્યુઆરી સુધી

Updated: Dec 29th, 2020

GS TEAM


Google News
Google News
રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય 1 - image


રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે.

મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.

- ઈન્દ્રમંત્રી

મેષ (અ. લ. ઇ. )

Six of Wands - સીક્સ ઑફ વૉન્ડસનું કાર્ડ ૨૦૨૦નું પૂર્ણ થઈ રહેલું વર્ષ તમારા માટે સંતોષજનક ના રહ્યું હોય પરંતુ આગામી ૨૦૨૧નું શરૂ થઈ રહેલું વર્ષ સંતોષકારક નીવડવાનું સૂચવી જાય છે. સપ્તાહ દરમ્યાન યશ-પ્રતિષ્ઠા મેળવી શકશો. તા. ૨૩. ૨૪. ૨૫. ૨૬ શુભ.

વૃષભ (બ. વ. ઉ.)

Nine of Cups - નાઈન ઑફ કપ્સનું કાર્ડ ૨૦૨૦નું પૂર્ણ થઈ રહેલું વર્ષ તમારા માટે વધુ પુરૂષાર્થ-મહેનતનું પસાર થયેલું હશે જેનું આગામી ૨૦૨૧નું શરૂ થઈ રહેલું વર્ષ શુભફળદાયક પરિણામ આપશે. સપ્તાહ દરમ્યાન નવાં ફેરફારોની શરૂઆત તમારા માટે ઊદ્ભવશે. તા. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨ે૮. શુભ.

મિથુન (ક. છ. ઘ.)

Five of Wands - ફાઈવ ઑફ વૉન્ડસનું કાર્ડ ૨૦૨૦નું પૂર્ણ થઈ રહેલું વર્ષ તમે જે કાર્યો માટે ધીરજ રાખી હશે તેનાથી આગામી ૨૦૨૧નું શરૂ થઈ રહેલું વર્ષ સફળતા આપનારું નીવડશે. સપ્તાહ દરમ્યાન તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે. તા. ૩૦. ૩૧. ૩. ૪. શુભ.

કર્ક (ડ. હ.)

The Hermit - ધ હેરમીટનું કાર્ડ ૨૦૨૦નું પૂર્ણ થઈ રહેલું વર્ષ તમને વધુ પડતા લાગણીશીલ બનાવેલા હશે તેમાં આગામી ૨૦૨૧ના વર્ષ દરમ્યાન વ્યવહારિક બનાવશે અને ખૂબ જ ગંભીર બનીને ભવિષ્ય માટેના નિર્ણયો લેવાનું સૂચવી જાય છે. તમારા માન-સન્માન, યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું કાર્યસપ્તાહ દરમ્યાન બનશે. તા. ૩૧. ૧. ૨. ૫. શુભ.

સિંહ (મ. ટ.)

Ace of Wands - એસ ઓફ વૉન્ડસનું કાર્ડ ૨૦૨૦નું પૂર્ણ થઈ રહેલું વર્ષ દરમ્યાન નવાં ફેરફારો કરવા અંગે તમે જે નક્કી કર્યું હશે તે કાર્યોમાં સરળતાપૂર્વક આગામી ૨૦૨૧ના શરૂ થઈ રહેલા વર્ષ દરમ્યાન થઈ શકવાનું સૂચવી જાય છે. સપ્તાહ દરમ્યાન શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૩૦. ૩૧. ૩. ૪. શુભ.

કન્યા (પ. ઠ. ણ.) 

Five of Cups - ફાઈવ ઑફ કપ્સનું કાર્ડ ૨૦૨૦નું પૂર્ણ થઈ રહેલા વર્ષ દરમ્યાન તમારા કાર્યક્ષેત્રે જે તક ગુમાવેલી હશે તે આગામી ૨૦૨૧ના શરૂ થઈ રહેલા વર્ષ દરમ્યાન પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે અને તમારા કાર્યક્ષેત્રે નવાં લાભદાયક ફેરફારો આવશે. સપ્તાહ દરમ્યાન સંતાનોનો સહકાર મેળવી શકશો. તા. ૩૦. ૩૧. ૧. ૨. ૫. શુભ.

તુલા (ર. ત.) 

Ace of Swords - એસ ઓફ સ્વૉર્ડસનું કાર્ડ ૨૦૨૦નાં પૂર્ણ થઈ રહેલા વર્ષ દરમ્યાન જે કાર્યો કરવા તમે વિચારેલું હશે અને સંજોગવશાત્ તેનો અમલ કરી શક્યા ન હો તે આગામી ૨૦૨૧ના શરૂ થઈ રહેલા વર્ષ દરમ્યાન થઈ શકવાનું સૂચવી જાય છે. સપ્તાહ દરમ્યાન તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવી ઘટના બનશે. તા. ૧. ૨. ૩. ૪. શુભ.

વૃશ્ચિક (ન. ય.)

Nine of Wands - નાઈન ઓફ વૉન્ડસનું કાર્ડ ૨૦૨૦નું પૂર્ણ થઈ રહેલું વર્ષ દરમ્યાન તમને તમારા કાર્યોમાં જરૂર હશે તે સમયે મદદ-સહાયતા મળી નહિ હોય પરંતુ આગામી ૨૦૨૧ના શરૂ થઈ રહેલા વર્ષ દરમ્યાન દરેક પ્રકારની જોઈતી મદદ મળી રહેવાનું સૂચવી જાય છે. સપ્તાહ દરમ્યાન ટુંકી મુસાફરીનો યોગ ઊદ્ભવશે. તા. ૩. ૪. ૫. શુભ.

ધન (ભ. ધ. ફ. ઢ.)

The Star - ધ સ્ટારનું કાર્ડ ૨૦૨૦ના પૂર્ણ થઈ રહેલા વર્ષ દરમ્યાન કોઈ કારણસર તમારો આત્મવિશ્વાસમાં અભાવ જોવા મળ્યો હશે પરંતુ આગામી ૨૦૨૧ના શરૂ થઈ રહેલા વર્ષ દરમ્યાન તમારો આત્મવિશ્વાસ દ્રઢ બનશે અને નક્કી કરેલા કાર્યોમાં ધીમે ધીમે સફળતા પ્રાપ્ત કરી શકશો. સપ્તાહ દરમ્યાન નાણાંકીય લાભ મેળવી શકશો. તા. ૩૦. ૩૧. ૫. શુભ.

મકર (ખ. જ.)

The Lovers - ધ લવર્સનું કાર્ડ ૨૦૨૦ના પૂર્ણ થઈ રહેલા વર્ષ દરમ્યાન તમારી ખૂબ જ નજીક રહેલી વ્યક્તિઓ સાથેના સંબંધોમાં કોઈ સમસ્યા ઉદ્ભવી હોય કે ગેરસમજ થઈ હોય તે દૂર થવાનું અને સંબંધોમાં વધુ સારી આત્મિયતા ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. સપ્તાહ દરમ્યાન પ્રફૂલ્લિત મનથી ઉત્સાહપૂર્વક રોજિંદા કાર્યો કરી શકશો. તા. ૩૦. ૩૧. ૧. ૨. શુભ.

કુંભ (ગ. શ. સ. ષ.)

Queen of Wands - ક્વીન ઓફ વૉન્ડસનું કાર્ડ ૨૦૨૦ના પૂર્ણ થઈ રહેલા વર્ષ દરમ્યાન જે કાર્યોમાં અવરોધ આવેલ હોય અને વિલંબ થઈ રહ્યો હશે તે આગામી  વર્ષ દરમ્યાન અચાનક ગમે તે સમયે પૂર્ણ થઈ તમારા માટે લાભદાયક પરિસ્થિતિ સર્જવાનું સૂચવી જાય છે. સંતાનો માટે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો આવશે. તા. ૧. ૨. ૩. ૪. શુભ.

મીન (દ. ચ. ઝ. થ.)

Seven of Coins - સેવન ઓફ કોઈન્સનું કાર્ડ ૨૦૨૦ના પૂર્ણ થઈ રહેલા વર્ષ દરમ્યાન જે કાર્યને લઈ તમે મૂંઝવણ અનુભવી રહ્યા હશો - ચિંતા કરી રહ્યા હશો તે આગામી વર્ષ દરમ્યાન સરળતાથી કાર્યને ઉકેલી શકવાનું સૂચવી જાય છે. તમારી મૂંઝવણનો અંત આવશે. મિત્રો સાથે અગત્યની બાબતો વિશે મન ખોલીને  ચર્ચા-વિચારણા કરી શકશો. તા. ૩. ૪. ૫. શુભ.

Tags :