8 નવેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 8 નવેમ્બર 2018, ગુરુવાર
મેષ:
આજની સુપ્રભાતે વિક્રમ સંવત 2૦75 જૈન વીર સંવત 2545નો પ્રારંભ ધર્મકાર્ય- શુભકાર્ય- દેવદર્શન- વડીલોના આર્શિવાદથી આનંદનો રહે.
વૃષભ:
વિક્રમ સંવત 2૦75 જૈન વીર સંવત 2545ના પ્રારંભે આનંદ-ઉત્સાહ- હળવાશ- રાહત અનુભવો. દેવદર્શન-ધર્મકાર્ય- મીલન- મુલાકાત થાય. શુભેચ્છાઓ.
મિથુન:
નૂતન વર્ષની સુપ્રભાતે દેવદર્શન- ધર્મકાર્યથી આનંદમાં રહો. સ્વજન- સ્નેહી- મિત્રવર્ગને મળવાનું થાય, યાત્રા-પ્રવાસ થાય, બહાર જવાનું થાય.
કર્ક:
વિક્રમ સંવત 2૦75 ની સુપ્રભાતે દેવદર્શનથી- હૃદય મનની શાંતિ સ્વસ્થતા જણાય તે સિવાય હરો-ફરો કામકાજ કરો પરંતુ આંતરિક વ્યથા રહે.
સિંહ:
વિક્રમ સંવત 2૦75 જૈન વીર સંવત 2545ની સુપ્રભાતે ધર્મકાર્ય-દેવદર્શનથી આનંદમાં રહો. ઘર પરિવાર- વડીલ વર્ગના પ્રશ્ને ચિંતા-બેચેની રહે.
કન્યા:
વિક્રમ સંવત 2૦75ની સુપ્રભાતે દેવદર્શનમાં- ધર્મકાર્યમાં- સગા સંબંધી- મિત્રવર્ગના- પરિવારના કામમાં આનંદમાં રહો, વ્યસ્તતા રહે.
તુલા:
નવા વર્ષની સુપ્રભાતે હૃદય-મનની પ્રસન્નતા ધર્મકાર્યમાં દેવદર્શનમાં રહે. નોકરી-ધંધાનું- સગા સંબંધી-મિત્રવર્ગનું કામ થઇ શકે.
વૃશ્ચિક:
નવા વર્ષની સુપ્રભાતે દેવદર્શન-ધર્મકાર્ય થાય પરંતુ સગા-સંબંધી- મિત્રવર્ગ- વડીલવર્ગના કામમાં, નોકરી-ધંધાના કામમાં ધ્યાન રાખવું પડે.
ધન:
વિક્રમ સંવત 2૦75 જૈન વીર સંવત 2545નો પ્રારંભ ધર્મકાર્યથી થાય. દેવદર્શન થાય. નોકરી-ધંધાનું કામ થાય. ખર્ચ થાય.
મકર:
નૂતન વર્ષની સુપ્રભાતે ધર્મકાર્ય-દેવદર્શનમાં હૃદય મનની પ્રસન્નતાવાળી રહે. વડીલ વર્ગના આર્શિવાદથી- મીલન- મુલાકાતથી આનંદ રહે.
કુંભ:
વિક્રમ સંવત 2૦75 જૈન વીર સંવત 2545ની સુપ્રભાતે ધર્મકાર્ય-દેવદર્શન થાય. વધારાનો ખર્ચ થાય. બહાર જવાનું થાય.
મીન:
નૂતન વર્ષ- બેસતા વર્ષની સુપ્રભાતે ધર્મકાર્ય થાય. ઘર- પરિવારના નોકરી-ધંધાના સંબંધ-વ્યવહારમાં વ્યસ્તતા- ખર્ચ વધે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજની સુપ્રભાતે શરૂ થતું આપનું જન્મવર્ષ કાર્ય સફળતા-પ્રગતિનું રહે. વિક્રમ સંવત 2૦75ની સુપ્રભાત તા. 8 નવેમ્બરથી શરૂ થઈ રહેલ આપનું જન્મ વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ ઉત્તરોત્તર કાર્ય સફળતા- પ્રગતિથી તમારા આનંદ-ઉત્સાહમાં આત્મ વિશ્વાસમાં-આત્મ સ્ફૂરણામાં વધારો થાય.
ધર્મકાર્ય-શુભકાર્ય:
જન્મવર્ષના મંગલ પ્રારંભે ધર્મકાર્ય થાય. વડીલોને આર્શિવાદ, સગા સંબંધી મિત્રવર્ગની શુભેચ્છાઓથી આપનું આ જન્મવર્ષ મંગલ મંગલ આનંદમય પસાર થાય.
નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં યશ પદ ધનની પ્રાપ્તિ થાય. તમારી આવકમાં માન મોભામાં વધારો થાય. ભાગ્યોદય- પ્રગતિ સફળતાનો જીવનનો એક નવો તબક્કો શરૂ થાય.
પુત્ર-પૌત્રાદિક-પત્નીથી આનંદ:
આપનું આ વર્ષ પુત્ર-પૌત્રાદિક-પત્નીથી આનંદનું રહે. સંતાનના આરોગ્ય-વિદ્યાભ્યાસ, વિવાહ- લગ્ન, નોકરી-ધંધાના કામમાં વર્ષ સફળતા- પ્રગતિનું રહે. પત્નીની ઉપેક્ષા કરવાને બદલે પત્નીને માન-સન્માન આપવાની શરૂઆતથી તમારી આવક-સુખ સંપત્તિ વધે.
વિદ્યાર્થીવર્ગ:
વિદ્યાર્થીવર્ગને કારકિર્દીના ઘડતર-ભણતર માટે આ વર્ષ પ્રગતિ-સફળતાનું રહે. આકસ્મિક સારી તક વિદ્યાભ્યાસ માટે મળી શકે.