Get The App

3 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Jan 3rd, 2018

GS TEAM


Google News
Google News
3 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ 1 - image

અમદાવાદ તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર

મેષ :
વૈદ્યૃતિયોગના કારણે હૃદય-મનને ચિંતા-ઉચાટ રહે. નોકરી-ધંધાના, ઘર-પરિવારના કામમાં તકલીફ પડે. ખર્ચ થાય.

વૃષભ :
આજે વૈદ્યૃતિયોગમાં નોકરી-ધંધાના, કુટુંબ-પરિવારનાં કામમાં, નિર્ણયમાં, નાણાંની લેવડદેવડમાં ધ્યાન રાખવું પડે.

મિથુન :
કુટુંબ-પરિવારના, નોકરી-ધંધાના, પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. ખર્ચખરીદી થાય. કામ ઉકેલાય.

કર્ક :
વૈદ્યૃતિયોગમાં આજે ચિંતા-ખર્ચ રહે. વિચારોની સ્થિરતા-એકાગ્રતા જળવાય નહીં. ઉશ્કેરાટ-ગુસ્સાને અંકુશમાં રાખવો.

સિંહ :
આજે વૈદ્યૃતિયોગમાં પુત્રપૌત્રાદિકના કામની ચિંતા રહે. વાતવાતમાં વિવાદ-ગુસ્સાના કારણે તકલીફ થાય. શાંતિ-સ્વસ્થતા જાળવવી.

કન્યા :
નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. સીઝનલ ધંધો-આવક થાય. બેંકનું કામ થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

તુલા :
નોકરી-ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના કામથી ચિંતા-બેચેની રહે. પરંતુ ધીરજ-કુનેહ-શાંતિથી તમારું કામ ઉકેલી શકો.

વૃશ્ચિક :
વિલંબમાં પડેલા કામના ઉકેલમાં ધ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામથી કોઇને મળવાનું થાય, ચર્ચાવિચારણા થાય.

ધન :
આજે વૈદ્યૃતિયોગમાં આપને શાંતિ-રાહત જણાય નહીં. આરોગ્યની બાબતમાં કાળજી રાખવી. બેંકના કામમાં ગાફેલ રહેવું નહીં.

મકર :
નોકરી-ધંધાના, પત્ની-સંતાનના તેમજ બેંકના કામમાં ધ્યાન આપી શકો. વધારાના કામની વ્યસ્તતા રહે.

કુંભ :
વિલંબમાં પડેલ કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાનું - બેંકનું કામ થઇ શકે. હળવાશ રહે.

મીન :
પુત્રપૌત્રાદિકના કામમાં ચિંતા રહે. શેરોની લે-વેચમાં, બેંકના કામમાં, નોકરી-ધંધાના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થતા જન્મવર્ષમાં આપને અવાર નવાર માનસિક વ્યગ્રતા-ચિંતા-મુશ્કેલી અનુભવાય.

નોકરી-ધંધો
નોકરી-ધંધામાં કામ કરો, મહેનત કરો છતાં અસંતોષ-ઉચાટ-વ્યગ્રતા રહ્યા કરે. ઈચ્છા-અનિચ્છાએ કામ કરતા હોવ તેમ લાગ્યા કરે. અન્યના દોરવાયા દોરવાઇ જવું નહીં. દેખાદેખીમાં જોખમી ફેરફારો-નિર્ણય કરવા નહીં.

આરોગ્ય
આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું. સામાન્ય બિમારીની ઉપેક્ષા કરવી નહીં. વારસાગત બિમારીમાં ધ્યાન રાખવું પડે.

કુટુંબ-પરિવાર
કુટુંબ-પરિવારના વ્યવહારિક-સામાજીક-ધાર્મિક પ્રસંગ-વ્યવહારમાં વાણીની મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી પડે.

વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગે વર્ષારંભથી જ અભ્યાસમાં ધ્યાન રાખવું પડે. પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી.

Tags :