Get The App

12 ઓક્ટોબર 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Oct 12th, 2018

GS TEAM


Google News
Google News
12 ઓક્ટોબર 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 12 ઓક્ટોબર 2018, શુક્રવાર

મેષ: 

આજે નવરાત્રિનો વિનાયક ચોથે ત્રીજો દિવસ છે. શરીર મન-વિચારોની એકાગ્રતા જાળવવી. પડવા વાગવાથી-ઇજાથી વિવાદથી સંભાળવું.

વૃષભ: 

વિનાયક ચોથે નવરાત્રિના ત્રીજા દિવસે ધર્મકાર્યમાં આનંદ રહે. નોકરી ધંધાના કામમાં ગુરૂ ગ્રહની પ્રબળતાથી હવે પ્રગતિ શરૂ થાય.

મિથુન: 

વિનાયક ચોથે ધર્મકાર્યથી કાર્યસફળતા પ્રગતિમાં સાનુકુળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સીઝનલ ધંધામાં હરિફ વર્ગથી ચિંતા રહે.

કર્ક: 

નવરાત્રિના ત્રીજા દિવસે ભક્તિ-પૂજા મંત્રજાપથી આનંદમાં રહો. નોકરી-ધંધાના કામમાં, પુત્રપૌત્રાદિકના કામમાં ગુરૂગ્રહની પ્રબળતાથી પ્રગતિ થાય.

સિંહ: 

આજે વિનાયક ચોથે તમારા રોજીંદા કામમાં, નોકરી-ધંધાના કામમાં ચિંતા-રૂકાવટ છતાં કામ ઉકેલવા પડે. પુત્ર પૌત્રાદિકની ચિંતા-અનુભવાય.

કન્યા: 

ધર્મકાર્યમાં - આધ્યાત્મિકતામાં વધારો થાય. આત્મસ્ફૂરણા થાય. નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર-સંસ્મરણો તાજા થાય.

તુલા: 

ગુરૂ ગ્રહની પ્રબળતાથી ધર્મકાર્યમાં, નોકરી-ધંધામાં કામમાં તેમજ પુત્ર પૌત્રાદિકના કામની વ્યવસ્થામાં વધારો થાય. ધર્મકાર્યમાં આનંદ રહે.

વૃશ્ચિક: 

નવરાત્રિના ત્રીજા દિવસે ધર્મકાર્યમાં એકાગ્રતા આવતી જાય. પુત્ર પૌત્રાદિકના કામમાં, નોકરી ધંધાના કામમાં વધારો થાય. કામ ઉકેલાય.

ધન: 

ગુરૂ ગ્રહની પ્રતિકુળતાના કારણે ધર્મકાર્યમાં, નોકરી-ધંધાના કામમાં રૂકાવટ ચિંતા અનિંદ્રા બેચેની અનુભવ્યા કરો. કંઇ ગમે નહીં.

મકર: 

ધર્મકાર્યમાં આનંદ-ઉત્સાહ રહે. ગુરૂ ગ્રહની પ્રબળતાથી નોકરી ધંધાના તેમજ પુત્ર પૌત્રાદિકના કામમાં પ્રગતિ-સફળતા સાનુકુળ થતી જાય.

કુંભ: 

નોકરી-ધંધાના કામમાં હરિફ વર્ગ-ખટપટ-ઇર્ષા કરનાર આપને પરેશાન કરવા પ્રયત્ન કરે પરંતુ નવરાત્રિની ભક્તિપૂજાથી તમને તકલીફ પડે નહીં.

મીન: 

ગુરૂ ગ્રહની પ્રબળતા તમારા ધર્મકાર્યમાં આધ્યાત્મિકતામાં આત્મસ્ફૂરણામાં વધારો કરાવે. નોકરી ધંધાનું પુત્ર પૌત્રાદિકનું કામ ઉકેલાય.

જન્મતારીખ વર્ષ સંકેત

પત્ની-સંતાન-ભાગ્યોદય

આજથી શરૂ થઇ રહેલ જન્મવર્ષ પત્ની, સંતાન સુખની પ્રાપ્તિ માટે, પ્રગતિ માટે, ભાગ્યોદય માટે મહત્ત્વનું રહેશે. લાંબા સમયથી રૂકાવટવાળુ કામ ઉકેલાય.

ભાગ્યોદયની શરૂઆત

આ વર્ષથી તમારા ભાગ્યોદયની શરૂઆત થાય. જેમના જન્મના ગ્રહ બળવાન હશે તેમને વિશેષ ફાયદો,લાભ થાય. હતાશા-નિરાશા દૂર થતી જાય.

સાંસારિક કૌટુંબીક સાનુકુળતા

અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. લગ્ન પછી જેમને સંતાન થવામાં વિલંબ થયો હોય તેમને ભક્તિપૂજા દવા દુવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય.તે સિવાય આ વર્ષ સાંસારિક કૌટુંબિક જીવનમાં સાનુકુળતાવાળુ રહે.

નોકરી ધંધો:

નોકરી-ધંધામાં તમારી હતાશા-નિરાશા દુર થાય. તમારી મહેનત સાર્થક થાય. ઉત્તરોત્તર આવક વધે. યશ સફળતા-માન-સન્માન વધે. સંયુક્ત આવકમાં વધારો થાય.

સ્ત્રી વર્ગ

સ્ત્રીવર્ગને પતિ-સંતાન-પરિવાર સુખની વૃધ્ધિથી આનંદ રહે. ધર્મકાર્ય શુભકાર્ય થાય. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય.

Tags :