Get The App

મેષ, મીન, કર્ક સહિત આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીઓ! એકસાથે ત્રણ-ત્રણ ગ્રહોનું ગોચર

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
મેષ, મીન, કર્ક સહિત આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીઓ! એકસાથે ત્રણ-ત્રણ ગ્રહોનું ગોચર 1 - image

Grah Gochar: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની ચાલ બદલે છે. હિંદુ કેલેન્ડર મુજબ જુલાઈના બીજા અઠવાડિયામાં  એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહો પોતાની રાશિ બદલી રહ્યા છે, જેનાથી ઘણી રાશિના લોકોને તેનો ફાયદો થશે. સૌથી પહેલા 7 જુલાઈ, 2024 ના રોજ, સવારે 4:39 કલાકે ધન રાશિના કારક ગ્રહ માનવામાં આવતાં શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. શુક્ર પછી 12 જુલાઈએ સાંજે 7:12 કલાકે મંગળ ગ્રહ  વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.  ત્યારબાદ 16 જુલાઈ, 2024 ના રોજ સાંજે 6:04 કલાકે સૂર્ય દેવતા વૃષભ રાશિમાં ગોચર કરશે.

જ્યોતિષાચાર્યોની ગણતરી પ્રમાણે આ 3 ગ્રહોના ગોચરથી ખાસ કરીને પાંચ રાશિના લોકોને વિશેષ લાભ મળશે. ચાલો જાણીએ કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ કે જેમને ટુંક સમયમાં જ અપાર ધન પ્રાપ્તિ થવાની છે.

મેષ રાશિ

3 ગ્રહોના મહાગોચરથી સૌથી વધુ ફાયદો મેષ રાશિના જાતકોને થશે. તેમના દરેક કામમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. અટકેલા કાર્યો પણ પૂરા થશે. નોકરી કરતા લોકોને પૈતૃક સંપત્તિ વારસામાં મળવાની સંભાવના છે. વ્યાપારીને ટૂંક સમયમાં જૂની બીમારીમાંથી રાહત મળી શકે છે.

મીન રાશિ

મીન રાશિના જન્મકુંડળીમાં વાહન અને મિલકત ખરીદવાની પ્રબળ શક્યતાઓ છે. પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરતા લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરું કરી શકે છે. બિઝનેસમેનની લાંબા સમયથી અટકેલી યોજના આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે.

કર્ક રાશિ 

નોકરીયાત લોકોને તેમની કારકિર્દીમાં પ્રગતિ કરવાની ઘણી નવી તકો મળશે. આવકના ઘણા નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયથી પેન્ડિંગ પૈસા વસૂલ થશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે આ સારો સમય છે. આર્થિક લાભની સાથે-સાથે કુંડળીમાં પણ પ્રગતિની શક્યતાઓ છે. આ સાથે જ થાપણોમાં પણ વધારો થશે.

મકર રાશિ

આ રાશિના નોકરી કરતા લોકોને પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે. અપરિણીત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. બિઝનેસમેનને પેન્ડિંગ પૈસા પાછા મળી શકે છે. વેપારમાં પણ પ્રગતિના યોગ બની રહ્યા છે. 

કુંભ રાશિ

નોકરીયાત લોકોને વિદેશી કંપનીઓ તરફથી સારી નોકરીની ઓફર મળી શકે છે. જ્યાં તમને વધારે પગાર પણ મળી શકશે. વેપારીને ભૌતિક સુખ-સુવિધાઓનો લાભ મળશે, જેનાથી તણાવ ઓછો થશે. વિવાહિત લોકો તેમના જીવનસાથીઓ સાથે સંબંધો થશે.



Google NewsGoogle News