મહાશિવરાત્રિના પાવન દિવસે પૃથ્વી પર વાસ કરે છે ભોલેનાથ, આ મંત્રના જાપથી મેળવો બીમારીઓથી રાહત
Image: freePik
નવી દિલ્હી,તા. 4 માર્ચ 2024, સોમવાર
કૈલાશ પર્વત પર નિવાસ કરતા ભોલેનાથ તેમના તમામ ભક્તોને સમાન દ્રષ્ટિથી આશીર્વાદ આપે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનો એવો શુભ સમય હોય છે જ્યારે પૃથ્વી પર ભોલે ભંડારીનો વાસ હોય છે. લોકો દરરોજ ભગવાન શિવની પૂજા કરવાનો સમય નથી મેળવી શકતા તેમણે આ કામ મહાશિવરાત્રિના દિવસે પૂજા કરવાથી લાખો ગણું ફળ મળે છે, તેથી આવા શુભ મુહૂર્તને ક્યારેય ન ચૂકવા જોઈએ અને ખાસ કરીને એવા લોકો કે, જેઓ અમુક કારણોસર નિયમિત પૂજા કરી શકતા નથી.
લગ્નમાં મુશ્કેલી
જે છોકરીઓના લગ્નજીવનમાં કોઈપણ પ્રકારના અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને લગ્નની ઉંમરે પહોંચી ગઈ છે, તેમણે મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવનું સ્મરણ કરીને 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થશે અને સારો જીવનસાથી મળશે.
જે લોકોની તબિયત ખૂબ જ ખરાબ છે તેમણે મહાશિવરાત્રિની સાંજે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. પૂજા સ્થાન અથવા કોઈપણ સ્વચ્છ સ્થાન પર આસન ફેલાવો અને ક્રોસ પગે બેસવુ. જો સ્વાસ્થ્યના કારણોસર જમીન પર બેસવામાં તકલીફ પડતી હોય તો તમે સ્વચ્છ કપડાં પહેરીને ખુરશી પર બેસી શકો છો. હવે રૂદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
ધ્યાન રાખો કે, એકાંતમાં મંત્રનો જાપ કરો જેથી કોઈ તમને જોઈ ન શકે અને તમારો અવાજ કોઈ સાંભળી ન શકે. જો શક્ય હોય તો, માળાને કપડાથી ઢાંકી દો અને મંત્રનો જાપ કરો. જાપ પૂર્ણ થયા પછી તરત જ તેને ઉપાડી લો અને તેને પૂજા સ્થાન પર ન છોડો. જાપ કર્યા પછી તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો.