4 વર્ષના સંબંધ બાદ ગર્લફ્રેન્ડે આપ્યો દગો, કરોડોનું પેકેજ છોડી IITમાંથી ભણેલો યુવાન બન્યો સાધુ
Image: Facebook
Mahakumbh Mela 2025: મહાકુંભમાં અત્યારે આઈઆઈટી વાળા બાબાની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેમનું નામ અભય સિંહ છે. તેઓ મૂળ હરિયાણાના ઝજ્જરના રહેવાસી છે. તેમણે આઈઆઈટી મુંબઈથી એરોસ્પેસમાં એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી છે. તે બાદ તેમણે અધ્યાત્મનો માર્ગ અપનાવી લીધો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યાં છે. અભય સિંહ પોતાને કોઈ સાધુ, સંત કે મહંત માનતા નથી. તેમણે કહ્યું કે હું હજુ સુધી દીક્ષિત થયો નથી અને હું પોતાને કોઈ પણ મત સાથે જોડાયેલો માનતો નથી.
રૂપિયા કમાઈશ પણ શાંતિ મળશે નહીં
અભય સિંહે કહ્યું 'હું મુક્ત છું અને કંઈ પણ કરી શકું છું. હું આઈઆઈટીમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મારા મનમાં વારંવાર સવાલ આવતો હતો આ પછી હું શું કરીશ. વધુને વધુ કંપનીને જોઈન કરીશ અને રૂપિયા કમાઈશ પરંતુ તેનાથી મને શાંતિ તો મળી શકશે નહીં.'
અભ્યાસ બાદ મળ્યું હતું લાખોનું પેકેજ
અભય સિંહે જણાવ્યું કે 'બોમ્બે IIT થી અભ્યાસ પૂરો કર્યા બાદ મે કેમ્પસ ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં મારું સિલેક્શન થઈ ગયું હતું. મને એક કંપનીમાંથી લાખોનું પેકેજ ઓફર થયું હતું. મે થોડા દિવસ નોકરી કરી.'
ગર્લફ્રેન્ડ હતી પરંતુ...
એન્જિનિયર બાબા અભય સિંહે પોતાની લવ લાઈફ પર પણ વાત કરી. તેમણે કહ્યું, 'મારી પણ ગર્લફ્રેન્ડ હતી. અમે 4 વર્ષની આસપાસ સાથે રહ્યાં પરંતુ લગ્ન સુધી વાત પહોંચી નહીં. હું માતા-પિતાના ઝઘડાઓને જોઈને લગ્ન કરવા માગતો નહોતો કેમ કે જીવનમાં એ જ બધાં ઝઘડાં થાય છે. તેથી વિચાર્યું શું કરવું છે. સારું છે એકલા રહો અને ખુશ રહો.
મે ગર્લફ્રેન્ડ સાથે સંબંધ તોડી દીધો
અભયે જણાવ્યું કે 'બાળમનમાં પડેલી આ અસરે મારા જીવનની દિશા બદલી દીધી. આ જ ડરથી મે લગ્ન કર્યાં નહીં. મને એવું લાગતું હતું કે આવા જ ઝઘડા કરવા છે તો તેના કરતાં તો એકલું જ જીવવું સારું. મારી એક ગર્લફ્રેન્ડ હતી પરંતુ મને ખબર નહોતી કે આને કેવી રીતે નિભાવવું જોઈએ. મે એક ફિલ્મ બનાવી અને મારા બાળપણની તમામ યાદો ફરી તાજી થઈ ગઈ. પછી મે તે સંબંધ તોડી દીધો. હું ફીલિંગલેસ થઈ ગયો હતો.'
સોશિયલ મીડિયા પર કરાયા ઘણા દાવા
સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યાં છે કે અભય સિંહે પ્રેમમાં દગો મળ્યા બાદ સાંસારિક મોહમાયા ત્યાગીને ભગવાનનું શરણ લીધું. અમુક લોકો કહે છે કે બેરોજગારી બાદ હતાશાએ આધ્યાત્મિકતા તરફ વાળી દીધા. જોકે, તેમની આધ્યાત્મિક યાત્રાની પાછળ સાચું કારણ શું છે તે પોતે જ જાણે છે. તેમનો દાવો છે કે બોમ્બે IIT થી અભ્યાસ પૂરો કર્યા બાદ તેમનું સિલેક્શન થયું અને તેમને એક કંપનીથી લાખોનું પેકેજ ઓફર થયું હતું. તેમણે થોડા દિવસ નોકરી કરી.