Get The App

મંદિરમાં પ્રવેશતા જ ઘંટડી શા માટે વગાડવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક મહત્વ

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
મંદિરમાં પ્રવેશતા જ ઘંટડી શા માટે વગાડવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક મહત્વ 1 - image


નવી મુંબઇ,તા. 10 ફેબ્રુઆરી 2024, શનિવાર  

સનાતન ધર્મમાં પૂજા સમયે ઘંટ વગાડવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. તેમજ મંદિરમાં પ્રવેશતા પહેલા ઘંટ વગાડવામાં આવે છે. માન્યતા અનુસાર પૂજા દરમિયાન ઘંટ વગાડવાથી મંદિરમાં સ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિઓની ચેતના જાગે છે. 

શું તમે જાણો છો કે, મંદિરમાં પ્રવેશતા પહેલા ઘંટ કેમ વગાડવામાં આવે છે? આ પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલુ છે.

ઘંટ વગાડવાનું ધાર્મિક મહત્વ

એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશતા પહેલા ઘંટ વગાડવાથી દેવી-દેવતાઓની મૂર્તિઓની ચેતના જાગે છે. આ સિવાય એવુ પણ માનવામાં આવે છે કે, દેવી-દેવતાઓને ઘંટ અને શંખનો અવાજ ગમે છે.

તેમજ ઘંટ વગાડવાથી શરીરની અંદર ચેતનાનું પરિભ્રમણ શરૂ થાય છે. મંદિરમાં પ્રવેશતા પહેલા અને પૂજા દરમિયાન ઘંટ વગાડવાથી વાતાવરણ જીવંત બની જાય છે. એટલા માટે મંદિરોમાં ઘંટનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્કંદ પુરાણ અનુસાર ઘંટ વગાડવાથી ઉત્પન્ન થતો અવાજ 'ઓમ' ના અવાજ જેવો જ હોય છે. એવું માનવામાં આવે છે કે, મંદિરમાં ઘંટ વગાડવાથી, ભક્તને 'ઓમ' નો જાપ કરવા જેટલુ પુણ્ય પ્રાપ્ત થાય છે.

ઘંટ વગાડવાનું વૈજ્ઞાનિક કારણ

વિજ્ઞાન અનુસાર મંદિરમાં પૂજા દરમિયાન ઘંટ વગાડવાથી વાતાવરણમાં તીવ્ર કંપન થાય છે, જેના કારણે આસપાસના વિસ્તારના બેક્ટેરિયા અને વાયરસનો નાશ થાય છે. મંદિર અને તેની આસપાસના વિસ્તારો શુદ્ધ બની જાય છે અને મંદ્રની આજુબાજુની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.

ઘંટ વગાડવાથી તમને મળે છે આ ફાયદા

  • ઘંટડીનો અવાજ શરીરના સાત ચક્રોને સક્રિય કરે છે
  • આ અવાજ દેવી-દેવતાઓના સિદ્ધાંતને સાચવે છે અને દુષ્ટ શક્તિઓને દૂર ભગાવે છે. 

Google NewsGoogle News