શુક્રનો રત્ન છે ઓપલ, ધારણ કરવાથી જીવનસાથી સાથેના સંબંધો બનશે મજબૂત, જાણો કોણે પહેરવો જોઈએ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 09 જાન્યુઆરી 2024 મંગળવાર
રત્ન શાસ્ત્ર અનુસાર ઓપલ રત્નનો સંબંધ શુક્ર ગ્રહ સાથે માનવામાં આવે છે. જ્યોતિષમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખ, વૈવાહિક સુખ, ભોગ-વિલાસ, ખ્યાતિ, કળા, પ્રતિભા, સૌંદર્ય, રોમાન્સ, કામ-વાસના અને ફેશન-ડિઝાઈનિંગ વગેરેનું કારક માનવામાં આવે છે. તેથી જો વ્યક્તિ ઓપલ રત્નને ધારણ કરે છે તો તે વ્યક્તિને આ સેક્ટરોમાં સફળતા મળે છે. ઓપન રત્ન ધારણ કરવાથી સમાજમાં વ્યક્તિની લોકપ્રિયતા વધે છે. સાથે જ જીવનસાથી સાથેના સંબંધોમાં મજબૂતી આવે છે અને વૈવાહિક જીવન સુખમય રહે છે.
આ રાશિઓ ધારણ કરે છે ઓપલ
વૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ અને તુલા રાશિ માટે ઓપલ રત્ન ખૂબ સારો માનવામાં આવે છે કેમ કે આ બંને રાશિઓના સ્વામી શુક્ર ગ્રહ જ હોય છે. કુંભ અને મકર રાશિના જાતક ધારણ કરી શકે છે. કેમ કે કુંબ અને મકરના સ્વામી શનિ દેવ છે અને જ્યોતિષ અનુસાર શનિ અને શુક્રમાં મિત્રતાનો ભાવ છે. કુંડળીમાં જો શુક્ર ગ્રહ ઉચ્ચ બિરાજમાન છે તો પણ ઓપલ ધારણ કરી શકો છો. ઓપલની સાથે માણિક્ય અને પુખરાજ ધારણ કરવુ જોઈએ નહીં. ઓપલની સાથે તમે નીલમ ધારણ કરી શકો છો. ફિલ્મ, ફેશન ડિઝાઈનિંગ, કલા અને મીડિયાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ ધારણ કરી શકે છે.
ઓપલ રત્ન પહેરવાના લાભ
ઓપન રત્ન ધારણ કરવાથી વ્યક્તિને નસીબનો સાથ મળે છે. સાથે જ લગ્ન જીવન સુખમય રહે છે. જે પતિ-પત્નીમાં અણબનાવ રહેતો હોય તે લોકો પણ ઓપલ ધારણ કરી શકે છે. ઓપલ ધારણ કરવાથી વ્યક્તિત્વમાં નિખાર આવે છે. સાથે જ ટીવી, સિનેમા, થિયેટર અને આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ રત્ન લાભકારી હોય છે.
આ વિધિથી ધારણ કરો
ઓપલ રત્નને પોતાના શરીરના વજનના હિસાબે ખરીદવો જોઈએ. સાથે જ ઓપન રત્નને ચાંદીના ધાતુમાં લોકેટ કે અંગૂઠીમાં ધારણ કરી શકો છો. ઓપલને શુક્રવારના દિવસે ઈન્ડેક્સ ફિંગરમાં ધારણ કરી શકો છો. ઓપલ ધારણ કર્યા પહેલા અંગૂઠીને ગાયના કાચા દૂધ અને ગંગાજળથી શુદ્ધ કરી લો. જે બાદ ધારણ કરી શકો છો.