મિથુન : સ્પર્ધાત્મક પરીક્ષાની સ્થિતિ બદલાશે અને ધારી સફળતા મળશે
- 21 મેથી 20 જૂન
ક્રાંતિવૃતના ૬૦ થી ૯૦ અંશના ભાગમાં જેમિની રાશિનો સમાવેશ થાય છે. આ રાશિમાં મૃગસિરતા પુનર વસૂલ નક્ષત્રનો સમાવેશ થાય છે. વાયુ તત્ત્વની રાશિ છે. દ્વિ-સ્વભાવની રાશિ છે, શુદ્ર વર્ણ છે, વિષમ રાશિ છે. લગ્નમાં બળવાન થાય છે. પશ્ચિમ દિશામાં બળવાન થાય છે. સિસોદય રાશિ છે. પુરુષ રાશિ છે. આ રાશિવાળા જાતકો યુવાન દેખાય છે. તરવરાટ ચંચળતા, કુતૂહલ, ભોળપણ, બુદ્ધિ પ્રાધાન્ય એ બધાં લક્ષણોનાં મુખ્ય લક્ષણો છે. આ રાશિનું ચિહ્ન ગદાધારી નર ને વીણા વગાડતી નારીનું છે. બે જોડિયાં બાળકો પણ આમાં જોવા મળે છે. આ રાશિના જાતકો સંગીતપ્રિય અને ડાન્સના શોખીન હોય છે. તેઓ પરિવારપ્રિય હોય છે. દ્વિ-સ્વભાવની રાશિ હોવાના કારણે ક્યારેક તેમનામાં બે પર્સનાલિટી જોવા મળે છે. રાશિ સ્વામી બુધ હોવાના કારણે આ જાતકો બુદ્ધિમાન અને વાચાળ વિશેષ હોય છે. બુદ્ધિવિષયક વિષયો શીખવા માટે વિશેષ રુચિ હોય છે. ગ્રહમંડળમાં બૌદ્ધ યુવરાજ છે આથી આ જાતકો હંમેશા યુવાન દેખાય છે. સારા વક્તા, જ્ઞાાનપિપાસુ, સાહિત્યમાં રસ ધરાવતા હોય છે. પરિશ્રમી હોય છે અને મહેનત કર્યા પછી જો ફળ ન મળે તો નિરાશ થઈ જાય છે અને લઘુતાગ્રંથિનો અનુભવ આ જાતકોને થાય છે વિવિધ શિલ્પ તળાવમાં નિષ્ણાત હોઈ શકે વારંવાર પરદેશ જવાના યોગ બને. બધા જ વિષયોમાં અને કાર્યોમાં સતત પ્રયત્ન કરતા હોવા છતાં પણ કોઈ પણ એક બાબતમાં પોતાનું ધાર્યું અને સફળ પરિણામ મેળવવામાં તકલીફ પડતી હોય છે. સારા આયોજન કરવામાં, પ્લાનિંગ સાથે કાર્યને સફળ બનાવવામાં આ જાતકોને તકલીફ પડતી હોય છે. મિત્રોના પ્રભાવમાં વધારે આવી જાય છે. બીજાની સૂચનાઓનો અને બીજાના આયોજનોને અમલ કરીને પોતાનો કાર્ય કરવા જાય તો તેમાં તેઓ નિષ્ફળ જવાના યોગ વિશેષ બનતા હોય છે.
- આર. માધવન - 1 જૂન
- મણિ રત્નમ - 2 જૂન
- માધુરી દીક્ષિત 15 મે
શરીર, મન, સ્વાસ્થ્ય
આ સમયગાળામાં જન્મેલા મિથુન રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ૨૦૨૫માં એકંદરે ખૂબ સારું રહે. કોઈ લાંબી બીમારી ગ્રહ બળના આધારે આવશે નહીં. દસમા ભાવમાં મીન રાશિનો શનિ ભ્રમણ કરતો હોવાથી આ વર્ષે મિથુન રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક માનસિક પરેશાની રહે એવું બને. મન અશાંત રહે. માતાની તબિયતની કાળજી રાખવી પડે. માતા પાછળ હોસ્પિટલના ખર્ચ પણ આવી શકે. ૨૦૨૫માં આ રાશિના જાતકોએ ખર્ચનું પાક્કું આયોજન કરીને પછી જ જે-તે કાર્ય કરવું જોઈએ.
મારું ઘર મારો પરિવાર
મિથુન રાશિના જાતકોને પરિવાર પાછળ શુભ ખર્ચ થાય આવા યોગ છે. આવક કરતા ખર્ચનું પ્રમાણ વધે તેવું બને, તેમ છતાં આયોજનપૂર્વક ખર્ચ કરવાથી આથક ચિંતા કરવી નહીં પડે. ઘર અને પરિવારથી કાર્યક્ષેત્રના આધારે દૂર જવું પડે તેવું બને. જોબ ટ્રાન્સફરને કારણે થોડા સમય માટે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છતાં પારિવારિક સંપર્ક જળવાઈ રહે અને સંબંધોની મીઠાસ અકબંધ રહે.
પ્રેમ, લગ્ન અને સંતાન
મિથુન રાશિના જે જાતકો લગ્ન કરવાની યોગ્ય ઉંમરે પહોંચી ગયા હોય અથવા ઉંમર વધારેથઈ ગઈ હાવા છતાંય લગ્ન ન થયાં હોય તેમના માટે ૨૦૨૫માં લગ્નના યોગ ખૂબ સારા બને છે. મેથી ઓક્ટોબર સુધી સંભવત: લગ્ન માટેના સંબંધો જોડાય અથવા નવી વાતચીતની શરૂઆત થાય ને સંબંધ પાકોથઈને લગ્ન પણ થઈ જાય એવું બને. પ્રેમલગ્ન કરવા ઈચ્છુક વ્યક્તિઓને અત્યાર સુધી પારિવારિક સંઘર્ષનો સામનો કરવો પડતો હતો, પણ મેથી ઓક્ટોબર મહિના સુધી જો પરિવારમાં વાત કરશો તો પ્રેમલગ્નની વાત આગળ ચલાવવામાં સહકાર મળી રહેશે. મિથુન રાશિનો ગુરુ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતાં યુગલોને ખૂબ સારું ફળ આપે.
ભણતર અને ગણતર
આ રાશિના જાતકોમાંથી જે વિદ્યાર્થીઓ છે તેમને મિથુન રાશિનો ગુરુ અભ્યાસમાં ખૂબ સારી પ્રગતિ કરાવે એવા યોગ છે. મહેનતના પ્રમાણમાં પરિણામ સારું મળે. કોમ્પિટિશન ખૂબ હોવાની. એેકઝામમાં ધાર્યું પરિણામ આવતું ન હોય તો આ વર્ષે સ્થિતિ બદલાશે અને સફળતા મળશે.
નોકરી ધંધો કરીઅર
નવી નોકરી મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ જો અત્યાર સુધી સફળ ન થયા હોય તો ઓક્ટોબરથી કર્ક રાશિનો ગુરુ આપને મદદ કરશે. આપને પ્રમોશન અને ઊંચી પોસ્ટ મળે. જો કોઈ કાર્ય અટકી ગયેલાં હોય તો જો આ સમય દરમિયાન ફરીથી પ્રયત્ન કરવામાં આવે તો સારી સફળતા મળે. ધંધામાં થોડી મહેનત કરવી પડે, છતાં સફળતા મળ્યા વિના રહે નહીં. ભાગીદારીમાં ધંધો કરતા વ્યક્તિઓને આ મિથુન રાશિનો ગુરુ ખૂબ સારું પરિણામ આપે. ધંધામાં નવું આયોજન કરવાની ઈચ્છા રાખતા હોય અને ભાગીદારીમાં તમારે કાર્ય કરવાનું હોય તો આ મિથુન રાશિનું ગુરુ આપને જલ્દી સફળતા પ્રાપ્ત કરાવશે.
પૈસા યે પૈસા
નાણાં વગરનોનાથિયો, નાણે નાથાલાલ. અત્યાર સુધી જો આપને જ્ઞાાતિજનો નાથિયો કહીને બોલાવતા હશે તો તેઓ હવે તમને નાથાલાલ કહીને સંબોધે તેવા પાક્કા યોગ બને છે. કર્ક રાશિનો ગુરુ ધન સ્થાનમાંથી પસાર થતો હોવાથી આપને જરૂર મુજબ અને ઈચ્છા મુજબ પૈસા મળશે. માર્કેટિંગના ધંધા સાથે સંકળાયેલી વ્યક્તિઓ જો પોતાની વાણીને ધારદાર બનાવશે તો એને પૈસા પણ મળશે અને કરીઅર પણ મજબૂત બનશે. દસમાં સ્થાનમાં મીન રાશિનો શનિ મહેનત તો કરાવે, છતાં મહેનતના પ્રમાણમાં પૈસા પણ આપે.
વાહન અને જમીન
શનિની સાતમી દૃષ્ટિ ચોથા ભાવ ઉપર પડતી હોવાથી વાહન, જમીન, દુકાન, ઘર, બંગલો ખરીદવા ઇચ્છનારાઓએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડે. પૈસા હોવા છતાં પણ નવું ઘર-વાહન-બંગલો ખરીદવા માટેના આયોજનમાં ક્યાંક ને ક્યાંક વિઘ્નો આવે એવું બને. અલબત્ત, સેકન્ડ-હેન્ડ ગાડી કે સેકન્ડ ડોનર મકાન ખરીદવાના પ્રયત્ન કરશો તો ખૂબ સારી અને જલ્દી સફળતા મળશે.
નારી તું નારાયણી
મિથુન રાશિની બહેનો માટે ૨૦૨૫નું વર્ષ એકંદરે ખૂબ સારું રહે. લગ્ન કરવા ઉચ્છુક બહેનોને લગ્ન માટે યોગ્ય મુરતિયો મળી જાય અને લગ્ન થઈ જાય તેવા યોગ છે. પ્રેમલગ્ન કરવા ઈચ્છતી બહેનોને જો પરિવારમાંથી અત્યાર સુધી પરમિશન ન મળી હોય અને વિરોધ કરવામાં આવ્યો હોય, તો પણ હવે પરિસ્થિતિ પલટાઈ શકે છે. જો પરિવારજનો સામે વ્યવસ્થિત રજૂઆત થાય તો સફળતા જરૂર મળે. મિથુન રાશિની જે બહેનો સંતાન પ્રાપ્તિનાપ્રયત્નો અત્યાર સુધી કરતી હોય છતાંય પ્ર યત્ન સફળ થયા ન હોય તો મેથી ઓક્ટોબર મહિના સુધીમાં મેડિકલ ચેકઅપ કરાવી ડોક્ટરની સલાહ મુજબ આગળ વધવું જોઈએ. જો આમ કરવામાં આવે તો ચોક્કસપણે સંતાન પ્રાપ્તિના યોગ મિથુન રાશિ વાળી બહેનોના કિસ્સામાં બને છે.
વિશેષ ઉપાય
મિથુન રાશિવાળા જાતકોને શનિ લગ્નમાં ગુરુ નવમા રાહુનું ભ્રમણ ચાલી રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટે ૨૦૨૫માં મહાદેવની ઉપાસના ખૂબ લાભદાયી સાબિત થાય. ગુરુનું દાન, શનિનું દાન અને રાહુનું દાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ મેળવી શકાય છે.