શું તમે પાંચમાં દિવસે કરવાના છો ગણેશ વિસર્જન? તો જાણો લો આવતી કાલનું શુભ મુહૂર્ત

23 સપ્ટેમ્બર 2023, શનિવારના રોજ ગણેશોત્સવનો પાંચમો દિવસ છે

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
શું તમે પાંચમાં દિવસે કરવાના છો ગણેશ વિસર્જન? તો જાણો લો આવતી કાલનું શુભ મુહૂર્ત 1 - image
Image Freepic

તા. 22 સપ્ટેમ્બર 2023, શુક્રવાર

Ganesh visarjan muhurat: દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આવતી ચોથને ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવનો પારંભ થઈ જાય છે. આ વર્ષે ગણેશ ઉત્સવનું વિસર્જન મંગળવારથી શરુ થવાનું છે. આ દરમ્યાન લોકો ઢોલ નગારાં સાથે ઘરમાં પધરાવે છે. અને ભાવ- ભક્તિ પુર્વક ગણપતિ બાપ્પાની પૂજા- અર્ચના કરે છે અને ત્યાર બાદ બાપ્પાનું વિસર્જન કરે છે. 

આવતી કાલ ગણેશોત્સવનો પાંચમો દિવસ

23 સપ્ટેમ્બર 2023, શનિવારના રોજ ગણેશોત્સવનો પાંચમો દિવસ છે, કેટલાક ભક્તો પુરા પાંચ દિવસ બાપ્પાની પૂજા અર્ચના કરે છે અને આવતાં વર્ષે જલ્દી પધારવા માટેની કામના સાથે વિદાય કરે છે. જાણો પાંચમાં દિવસે ગણેશજીના વિસર્જન માટેનું શુભ મુહુર્ત....

ગણેશજીના વિસર્જન માટે શુભ ચોઘડિયા

પ્રાત: મુહૂર્ત (શુભ)  સવારે 4.41થી 9.15 (AM) 

બપોરનું મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) 12.13 થી 4.46

સાંજું મુહૂર્ત (લાભ) 6.17 થી 7.46 (PM)

રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) 9.15 થી 1.43 (24 સપ્ટેમ્બર ) 

ઉષાકાલ  (લાભ) 4.41 થી 6.10 (AM)(24 સપ્ટેમ્બર ) 


Google NewsGoogle News