ગણેશ વિસર્જન: આખરે કેમ પાણીમાં કરવામાં આવે છે મૂર્તિ વિસર્જન, મહાભારત સાથે છે સંબંધ
Ganesh Visarjan 2024: હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. આ દિવસોમાં ભક્તો બાપ્પાને
જુદા જુદા પ્રકારના પકવાનનો ભોગ ધરાવે છે તેમજ પુજા-આરતી કરે છે અને દસ દિવસ બાદ
ખૂબ જ ધામધૂમથી ગણેશજીને વિસર્જિત કરવામાં આવે છે. ગણેશ
વિસર્જન પર, ભક્તો નાચતા ગાતા ગણપતિજીને વિદાય આપે છે અને પવિત્ર
નદીઓમાં મૂર્તિનું વિસર્જન કરે છે. વિદાય લેતી વખતે ભગવાન ગણેશ પણ તેમના ભક્તોની
તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, શ્રી વેદ વ્યાસે ગણેશ ચતુર્થીથી સતત દસ દિવસ સુધી ભગવાન ગણેશને મહાભારતની કથા સંભળાવી હતી. દસ દિવસ પછી, જ્યારે વેદ વ્યાસ જીની આંખ ખુલી ત્યારે તેમણે જોયું કે દસ દિવસની મહેનત પછી ગણેશજીનું તાપમાન ઘણું વધી ગયું હતું. આવી સ્થિતિમાં, વેદ વ્યાસ જી તરત જ ગણેશજીને નજીકના તળાવમાં લઈ ગયા અને ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું. કહેવાય છે કે, તેથી જ ચતુર્દશીના દિવસે ગણેશની સ્થાપના કરવાથી તેમને શીતળતા મળે છે.
ગણેશોત્સવ ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે. ચતુર્દશી તિથિ સુધી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. શ્રી ગણેશ મૂર્તિની સ્થાપના ચતુર્થી તિથિએ કરવામાં આવે છે અને ચતુર્દશી તિથિ પર ભગવાન ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. આ નવ દિવસોને ગણેશ નવરાત્રી કહેવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, મૂર્તિનું વિસર્જન કરીને ભગવાન ફરીથી કૈલાશ પર્વત પર પહોંચે છે. સ્થાપના કરતાં વધુ વિસર્જનની મહિમા હોય છે. આ દિવસે અનંત શુભ ફળ મળી શકે છે. તે થી આ દિવસને અનંત ચતુર્દશી પણ કહેવામાં આવે છે.
ગણેશ વિસર્જન સમયે કરો આ ખાસ ઉપાયો
અષ્ટગંધ શાહી અથવા નવી લાલ શાહી પેન પણ લો. ભોજપત્ર અથવા પીળા કાગળ પર ટોચ પર સ્વસ્તિક બનાવો. આ પછી સ્વસ્તિકની નીચે 'ઓમ ગં ગણપતયે નમઃ' લખો પછી તમારી બધી સમસ્યાઓ એક પછી એક લખો. સમસ્યાઓના અંતે તમારું નામ લખો પછી ગણેશ મંત્ર લખો. અંતે, સ્વસ્તિક બનાવો.
કાગળને ફોલ્ડ કરીને રક્ષા સૂત્ર સાથે બાંધો. તેને ભગવાન ગણેશને અર્પણ કરો. ભગવાન ગણેશની મૂર્તિની સાથે આ કાગળનું વિસર્જન કરો. આમ કરવાથી તમને બધી સમસ્યાઓમાંથી રાહત મળશે.