ગણેશ ચતુર્થી છઠ્ઠી સપ્ટેમ્બરે છે કે સાતમીએ? જાણો ગણપતિ સ્થાપનાનું મુહૂર્ત અને પૂજા વિધિ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ગણેશ ચતુર્થી છઠ્ઠી સપ્ટેમ્બરે છે કે સાતમીએ? જાણો ગણપતિ સ્થાપનાનું મુહૂર્ત અને પૂજા વિધિ 1 - image


Image:Freepik

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીને ગણેશ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 10-દિવસીય ગણેશ ઉત્સવ મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી એટલે કે ભાદ્રપદ શુક્લ ચતુર્દશી તિથિએ સમાપ્ત થાય છે. 

હિંદુ કેલેન્ડર અનુસાર, ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ બુધવારે થયો હતો. આ કારણોસર, દર વર્ષે ગણેશ ચતુર્થી અથવા ગણેશ જયંતિ ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. 

ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે અને તેની પૂજા કરે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 6 સપ્ટેમ્બરે છે કે 7 સપ્ટેમ્બરે તેવા મંતમંતાર થઇ રહ્યાં છે તો જાણીએ ગણેશ ચતુર્થીની તારીખ પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય. 

ગણેશ ચતુર્થી ક્યારે છે?

પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીની સાચી તિથિ માટે ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સૂર્યોદયના સમયે હોવી જોઈએ. જે તારીખે ચતુર્થી સૂર્યોદય સમયે આવે છે તે તારીખે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. જો આ આધારે જોવામાં આવે તો આ વર્ષે ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 03:01 વાગ્યાથી 7 સપ્ટેમ્બરના રોજ સાંજે 05:37 વાગ્યા સુધી રહેશે.

ગણેશ ચતુર્થી છઠ્ઠી સપ્ટેમ્બરે છે કે સાતમીએ? જાણો ગણપતિ સ્થાપનાનું મુહૂર્ત અને પૂજા વિધિ 2 - image

ગણેશ ચતુર્થી 2024 પૂજાનો શુભ સમય

  • 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી માટે પૂજાનો સમય સવારે 11:03 થી બપોરે 01:34 સુધીનો 

અભિજીત મુહૂર્તમાં ગણપતિની સ્થાપના 

ગણેશ ચતુર્થીના દિવસે, તમારે અભિજીત મુહૂર્તમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. ઘાટ અને મૂર્તિ સ્થાપન માટે આ સમય સારો માનવામાં આવે છે. તે દિવસે અભિજીત મુહૂર્ત સવારે 11:54 થી 12:44 સુધી છે.

ગણેશ ચતુર્થી પૂજા રવિ અને બ્રહ્મયોગમાં થશે

આ વર્ષે ગણેશ ચતુર્થીએ રવિ અને બ્રહ્મ યોગમાં પૂજા થશે. ચતુર્થીના દિવસે રવિ યોગ સવારે 06:02 થી 12:34 સુધી છે, જ્યારે બ્રહ્મ યોગ સવારથી 11:17 સુધી છે.

ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર ન જુઓ

ગણેશ ચતુર્થીના દિવસે ભાદ્રપદની વિનાયક ચતુર્થી છે. આ દિવસે ચંદ્ર ન જોવો જોઈએ. જો તમે આવું કરશો તો તમારા પર ખોટો કલંક લાગી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ પર રત્ન ચોરીનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેની કથા ચતુર્થી સાથે સંબંધિત છે.



Google NewsGoogle News