ભગવાન ગણેશને આ કારણથી નથી ચઢાવવામાં આવતી તુલસી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ભગવાન ગણેશને આ કારણથી નથી ચઢાવવામાં આવતી તુલસી 1 - image


નવી દિલ્હી,તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર 

દેશભરમાં ગણેશ ઉત્સવ ધૂમ મચાવી રહ્યો છે.  ઠેર ઠેર ગણેશ પંડાલોને શણગારવામાં આવ્યા છે. ગણેશ મંદિરોમાં ભક્તોની ભીડ જામી રહી છે. ગણપતિને હિંદુ ધર્મમાં પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે.  

દરરોજ ગણપતિ બાપ્પાને મનપસંદ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.  ગણેશજીને મોદક, લાડુ અને દૂર્વા ખૂબ જ પસંદ છે. ભગવાન ગણેશને ભોજન અર્પણ કરતી વખતે એક વાતનું ભગવાન ગણેશને તુલસી ચઢાવવાની મનાઈ છે, તેનુ કારણ પણ રોચક છે.

ભગવાન ગણેશને તુલસી ચઢાવવામાં આવતી નથી.

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.  તુલસીના પાન ચડાવ્યા વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી છે. મોદક અને લાડુ ઉપરાંત દુર્વા, આખી સોપારી, આખી હળદર અને પવિત્ર દોરો પણ ભગવાન ગણેશને ખાસ ચઢાવવામાં આવે છે. પરંતુ ભગવાન ગણેશને તુલસી ક્યારેય ન ચઢાવવી જોઈએ. ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. 

ભગવાન ગણેશને તુલસી ન ચઢાવવાનું કારણ

એક દંતકથા અનુસાર, એક વખત ભગવાન ગણેશ ગંગા નદીના કિનારે તપસ્યા કરી રહ્યા હતા.  પછી તીર્થયાત્રા પર નીકળેલી તુલસી ગંગાના કિનારે પહોંચી અને યુવાન ગણેશને તપસ્યામાં લીન જોયા. તુલસીજી ભગવાન ગણેશના આ સ્વરૂપથી મોહિત થઈ ગયા અને તેમના મનમાં ભગવાન ગણેશ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાગી. તેથી તેમણે ભગવાન ગણેશનું ધ્યાન વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.  

ગણેશજીએ તુલસીજીના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. તેમના લગ્નના પ્રસ્તાવના અસ્વીકારથી ગુસ્સે થઈને તુલસીએ ભગવાન ગણેશને શ્રાપ આપ્યો કે, તે એક નહીં પરંતુ બે લગ્ન કરશે. આના પર ભગવાન ગણેશએ પણ તુલસીને શ્રાપ આપ્યો હતો કે તેના લગ્ન રાક્ષસ સાથે થશે.  મણે એમ પણ કહ્યું કે મારી પૂજામાં તુલસી ચઢાવવી અશુભ માનવામાં આવશે. ત્યારથી ભગવાન ગણેશની પૂજામાં તુલસી ચઢાવવી વર્જિત માનવામાં આવે છે.


Google NewsGoogle News