Get The App

કાર્તિક પૂર્ણિમાએ 30 વર્ષ પછી બનશે ગજકેસરી યોગ, નવા વર્ષ 2025 સુધી થશે લાભ

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
કાર્તિક પૂર્ણિમાએ 30 વર્ષ પછી બનશે ગજકેસરી યોગ, નવા વર્ષ 2025 સુધી થશે લાભ 1 - image


Kartik Purnima 2024: કારતક માસની પૂર્ણિમાને કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. આ પૂર્ણિમાનું શૈવ અને વૈષ્ણવ બંને સંપ્રદાયોમાં સમાન મહત્ત્વ છે. એવી માન્યતા છે કે, આ દિવસે મહાદેવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો અને શ્રી હરિએ મત્સ્ય અવતાર લીધો હતો. ગુરુ નાનક દેવનો જન્મ આ જ દિવસે થયો હતો, તેથી આ દિવસે ગુરુ પર્વ ઉજવવામાં આવે છે. આ વખતે કાર્તિક પૂર્ણિમા 15 નવેમ્બરના રોજ એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. આ દિવસે ગજકેસરી યોગ બનવા જઈ રહ્યો છે. આ દુર્લભ સંયોગ 30 વર્ષ પછી કાર્તિક પૂર્ણિમાના દિવસે બનવા જઈ રહ્યો છે જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ખુલી જશે અને નવા વર્ષ 2025 સુધી થશે લાભ.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે કાર્તિક પૂર્ણિંમાં ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. માતા લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના જાતકોને ધન લાભ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે અને આવકમાં પણ વધારો થઈ શકે છે.

સિંહ રાશિ

કારતક માસની પૂર્ણિમા સિંહ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. શ્રીહરિની કૃપાથી સ્વાસ્થ્ય સારું રહી શકે છે. પ્રમોશનના યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે કારતક માસની પૂર્ણિમા શુભ રહેશે. કન્યા રાશિના જાતકોને માતા લક્ષ્મીની કૃપાથી અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે. સહકર્મચારીઓનો સાથ પ્રાપ્ત થશે. બિઝનેસમાં નફો થશે. 

 આ પણ વાંચો: દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે? આ પર્વે દીપ દાનનું છે અનેરું મહત્ત્વ, જાણો શુભ મુહૂર્ત

તુલા રાશિ

કાર્તિક પૂર્ણિમા તુલા રાશિના જાતકો માટે શુભ રહેશે. આકસ્મિક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. બિઝનેસ નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે. કાર્યોમાં સિદ્ધિ હાંસલ કરશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો માનવામાં આવી રહ્યો છે. 

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને ધન અને સંપત્તિનો લાભ થશે. વિવાહિત જીવન પણ સારું રહેશે. શ્રીહરિની કૃપાથી જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે. કરિયરમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.


Google NewsGoogle News