Get The App

કર્ક-કન્યા સહિત 3 રાશિના જાતકોનું થશે ભાગ્યોદય, હોળી પહેલા બની રહ્યો છે ગજકેસરી યોગ

Updated: Feb 20th, 2025

GS TEAM


Google News
Google News
કર્ક-કન્યા સહિત 3 રાશિના જાતકોનું થશે ભાગ્યોદય, હોળી પહેલા બની રહ્યો છે ગજકેસરી યોગ 1 - image


Gajkesari Rajyog: જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ ચંદ્ર રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો વ્યવસાયિક પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળે છે. 

હોળી પહેલા બની રહ્યો છે ગજકેસરી યોગ

જ્યોતિષ શાસ્ત્રની ગણના પ્રમાણે ચંદ્ર 5 માર્ચે એટલે કે, હોળી પહેલા વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી જ ગુરુ ગ્રહ છે. આવી સ્થિતિમાં વૃષભ રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી રાજયોગનો અદ્ભૂત સંયોગ બનશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગજકેસરી રાજયોગને ખૂબ જ શુભ પરિણામ આપનારો માનવામાં આવ્યો છે. આ શુભ રાજયોગનો પ્રભાવ દેશ-દુનિયા સહિત તમામ રાશિઓ પર પડે છે. 

કર્ક-કન્યા સહિત 3 રાશિના જાતકોનો થશે ભાગ્યોદય

હોળી પહેલા બનવા જઈ રહેલા આ ગજકેસરી યોગથી કેટલીક રાશિઓને લાભ થવા જઈ રહ્યો છે. તો ચાલો આ રાશિઓ અંગે જાણીએ.

મેષ રાશિ

ગજકેસરી યોગથી મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વ્યવસાયમાં જબરદસ્ત આર્થિક પ્રગતિ જોવા મળશે. આ દરમિયાન તમને તમારી નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. સમય અનુકૂળ રહેશે.

આ પણ વાંચો: આ વખતે મહાશિવરાત્રિ પર 11 કલાક રહેશે ભદ્રા નક્ષત્ર, જાણો શિવલિંગ પર અભિષેકનું શુભ મુહૂર્ત

કર્ક રાશિ

ગજકેસરી યોગથી કર્ક રાશિના જાતકોનું ભાગ્યોદય થઈ શકે છે. આ સાથે જ તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. જીવનમાં ખુશીઓ આવશે. અટકી ગયેલા પૈસા પાછા મળી શકે છે.

કન્યા રાશિ

ગજકેસરી યોગના કારણે કન્યા રાશિના જાતકોનું લગ્નજીવન સુખી રહેશે. આ દરમિયાન વ્યવસાય કરનારાઓને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. નોકરી કરતાં લોકોને કાર્યસ્થળ પર તેમના અધિકારીઓનો સહયોગ મળશે. આ સાથે જ કારકિર્દીમાં પ્રગતિ થશે. તમને તમારા પરિવાર તરફથી સહયોગ મળશે.

Tags :