ફ્રિઝ પર ભૂલથી પણ આ વસ્તુઓ ના મૂકતાં, નહીંતર ઘરમાં આવશે ભયંકર તંગી
Representative image |
Vastu : બધાના ઘરમાં સૌથી મહત્ત્વની જગ્યા રસોડું હોય છે. રસોડામાં જો કોઈ સૌથી મહત્ત્વની વસ્તુ હોય તો એ છે ફ્રિઝ. ફ્રિઝનો ઉપયોગ ખોરાકને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે. જેથી કરીને તે બગડે નહીં. સાથે જ આપણે ફ્રિઝમાં ઘણી એવી વસ્તુઓ રાખીએ છીએ જે વાસ્તુ અનુસાર યોગ્ય નથી માનવામાં આવતી. તો ચાલો જાણીએ કઈ વસ્તુઓ વસ્તુની દૃષ્ટીએ ફ્રિઝમાં ન રાખવી જોઈએ.
પૈસા
ઘણાં લોકોને તેમના ફ્રિઝની ઉપર પૈસા રાખવાની આદત હોય છે. પરંતુ વાસ્તુ અનુસાર ફ્રિઝની ઉપર પૈસા ન રાખવા જોઈએ. આવું કરવાથી ધનની હાનિ થાય છે.
ધાતુની વસ્તુઓ
કેટલાક લોકોને ધાતુની વસ્તુઓ કે ટ્રોફીને ફ્રિઝની ઉપર રાખવાની આદત હોય છે. પરંતુ વાસ્તુ અનુસાર આવું કરવું પણ ખોટું છે.
સુશોભનની વસ્તુઓ
સજાવટની અમુક વસ્તુઓ જેવી કે ગુલદસ્તો અથવા વાંસનો છોડ વગેરે લોકો ફ્રિઝ પર રાખતા હોય છે. પરંતુ આ બધી વસ્તુઓને ફ્રિઝની ઉપર ન રાખવી જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે.
દવાઓ
ઘણીવાર લોકો ફ્રિઝની ઉપર દવાઓ રાખે છે. પરંતુ દવાઓ ક્યારેય ફ્રિઝની ઉપર રાખવી જોઈએ નહીં. વાસ્તુ અનુસાર તેની વિપરીત અસર તમારા જીવન પર થઈ શકે છે. આ સિવાય ફ્રિઝને કિચનની દક્ષિણ-પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં રાખવું જોઈએ.