નવું ઘર બનાવતા સમયે આ નિયમોનું કરો પાલન, રહેશે સુખ-સમૃદ્ધિ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર
Image Source: Freepik
અમદાવાદ, તા. 11 ઓક્ટોબર 2023 બુધવાર
વાસ્તુ શાસ્ત્રમાં ઘર બનાવવાથી લઈને ઘરમાં વસ્તુઓને રાખવાના ઘણા નિયમ જણાવાયા છે. ઘરને બનાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી માનવામાં આવે છે. ઘર જો યોગ્ય દિશા અને રીતથી બનાવવામાં આવે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. ઘર બનાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન ન કરવાથી નેગેટિવ એનર્જી અને વાસ્તુ દોષ લાગવાની સંભાવના વધી જાય છે. તેથી વાસ્તુના અમુક નિયમો છે જેને નવુ ઘર બનાવતી વખતે ખૂબ જરૂરી માનવામાં આવે છે.
બિલ્ડિંગની ચારેબાજુ જગ્યા રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે. ભવનની ઊંચાઈનો નિયમ એ પ્રકારે છે કે ઉપરવાળા માળની ઊંચાઈ નીચે વાળા માળ કરતા ઓછુ થઈ જશે. બાલકની ઉત્તર અને પૂર્વ દિશા તરફ જ શુભ હોય છે. દક્ષિણ અને પશ્ચિમ તરફ બાલકની બનાવવી જોઈએ. મુખ્ય દ્વાર અન્ય તમામ દ્વારો કરતા મોટુ શુભ માનવામાં આવે છે.
દિશાઓનું વિશેષ ધ્યાન રાખો
ઘર બનાવતી વખતે ઉત્તરની દિશામાં જળ સંબંધિત વસ્તુઓ બનાવવી જોઈએ. ઉત્તર પૂર્વ દિશાને ઈશાન ખૂણો પણ કહેવાય છે. આ દિશામાં સ્વિમિંગ પુલ બનાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશાને વધુ ખુલ્લો રાખવો જોઈએ અને કોઈ પણ પ્રકારનો ભારે સામાન આ દિશામાં ન રાખવો જોઈએ. વાસ્તુ વિદ્યા અનુસાર દક્ષિણ દિશામાં બારી કે દરવાજો બનાવવો જોઈએ નહીં કેમ કે આનાથી ઘરમાં નેગેટીવ એનર્જી વધી જાય છે.