ચાર કલાક સુધી રહેશે સૂર્યગ્રહણ : આ રાશિના જાતકોએ રહેવું સતર્ક, જાણો કોને થશે લાભ
Image Source: Twitter
Surya Grahan 2024 Rashifal: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ આજે (8 એપ્રિલ) થવા જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોના દૃષ્ટિકોણથી ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણનું ઘણું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષ 2024નું પૂર્ણ સૂર્યગ્રહણ 54 વર્ષ પછી થશે. ભારતીય સમય પ્રમાણે સૂર્યગ્રહણનો સમય રાત્રે 9:12 થી 1:25 સુધી રહેશે. સૂર્યગ્રહણની અસર સમગ્ર ઉત્તર અમેરિકામાં સંપૂર્ણપણે પડશે.
જ્યોતિષોના મતે વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ મીન અને સ્વાતિ નક્ષત્રમાં થવાનું છે. આ ગ્રહણની ભારત પર કોઈ અસર નહીં પડશે. પરંતુ જે શુભ સંયોગમાં ગ્રહણ થઈ રહ્યું છે તેનો પ્રભાવ રાશિઓ પર જરૂર પડશે. તો ચાલો જાણીએ કે, કઈ 5 રાશિઓ પર સૂર્યગ્રહણનો પ્રભાવ પડશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ ખૂબ જ શુભ રહેશે. આ સમયે તમારા દુશ્મનો નબળા પડી શકે છે કારણ કે તેમના તમામ કાવતરા નબળા પડી શકે છે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન જળવાઈ રહેશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય, આર્થિક જીવન અને વૈવાહિક જીવનમાં ખુશી બની રહેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ થોડું મુશ્કેલ રહેશે. કરિયર અને બિઝનેસમાં નુકસાન થઈ શકે છે. આ સાથે જ આર્થિક નુકસાનની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં વિસ્તરણ થશે. જેના કારણે તમારી આર્થિક સ્થિતિ થોડી બગડી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ખૂબ જ લાભદાયી રહેશે. ગ્રહણ દરમિયાન પારિવારિક સંબંધો સુધરશે. નોકરી અને ધંધામાં પણ લાભ થશે. રોકાણ કરેલા પૈસા બમણા થઈ શકે છે. આવકના નવા-નવા સ્ત્રોત બનશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ કરિયરના મામલે શુભ રહેશે. કરિયરમાં આવી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ જલ્દી ખતમ થવા જઈ રહી છે. સાથે જ નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે.
ધન રાશિ
સૂર્યગ્રહણનો પ્રભાવ ધન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. આ દરમિયાન તમને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આ સાથે જમાન-સન્માનમાં વધારો થશે. તમામ અટકેલા કામ પૂરા થશે.