દિવાળીએ સૌથી પહેલાં ઘરની આ રીતે કરો સફાઈ, લક્ષ્મી-કુબેર વરસાવશે અઢળક ધન-સંપત્તિ
Image: Freepik
Diwali 2024: હિંદુ ધર્મમાં દિવાળીને ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. દિવાળીને દીપોત્સવના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે દિવાળીનું પર્વ 31 ઓક્ટોબર, ગુરુવારે મનાવવામાં આવશે. હિંદુ પંચાંગ અનુસાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ દિવાળી મનાવવામાં આવે છે. સાથે જ દિવાળી પહેલા ઘરની આ દિશાઓની સફાઈ ખાસ કરીને કરવી જોઈએ.
ઈશાન કોણ
દિવાળી પહેલા ઈશાન કોણની સફાઈ જરૂર કરો. ઈશાન કોણ દેવતાઓની દિશા માનવામાં આવે છે તેથી દિવાળી પહેલા ઘરના ઈશાન કોણની સફાઈ કરવી જોઈએ નહીંતર ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી.
આ પણ વાંચો: દિવાળી પહેલા આ ત્રણ રાશિના જાતકોના ખિસ્સા થશે ખાલી! શનિના ગોચરના કારણે થશે ધનનું નુકસાન
બ્રહ્મ સ્થાન
દિવાળી પહેલા ઘરના બ્રહ્મ સ્થાનને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. ઘરની વચ્ચેના સ્થાનને બ્રહ્મ સ્થાન કહેવામાં આવે છે. આ સ્થાન સૌથી મહત્વપૂર્ણ કહેવાય છે. બ્રહ્મ સ્થાનને જરૂર સાફ રાખવું જોઈએ અને જરૂર વિનાના સામાનને પણ દિવાળી પહેલા આ દિશાથી હટાવી દેવો જોઈએ.
ઘરનું પૂર્વ સ્થાન
દિવાળીના દિવસે ઘરના પૂર્વના સ્થાનોને સારી રીતે સાફ કરો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને માતા લક્ષ્મીનો વાસ થાય છે. આ સિવાય ઘરની ઉત્તર દિશા પણ સાફ હોવી જરૂરી હોય છે કેમ કે કહેવાય છે કે આ દિશા ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાય છે.