Get The App

આ વર્ષે ચૈત્ર નવરાત્રીના એક દિવસ પહેલા જ સૂર્યગ્રહણ, જાણો ઘટસ્થાપનાના મુહૂર્ત

Updated: Mar 26th, 2024


Google News
Google News
આ વર્ષે ચૈત્ર નવરાત્રીના એક દિવસ પહેલા જ સૂર્યગ્રહણ, જાણો ઘટસ્થાપનાના મુહૂર્ત 1 - image


નવી દિલ્હી,તા. 26 માર્ચ 2024, મંગળવાર 

હોળીના દિવસે પ્રથમ ચંદ્રગ્રહણ બાદ હવે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ 8 એપ્રિલે થઈ રહ્યું છે અને 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે.  આ સૂર્યગ્રહણ છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે. 

વર્ષ 2024નું બીજું ગ્રહણ સૂર્ય પર પડવા જઈ રહ્યું છે, જે સંવત 2080નું છેલ્લું ગ્રહણ હશે. આ ગ્રહણ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે એટલે કે સોમવાર 8મી એપ્રિલે થશે, જેને ખગ્રાસ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. 

નિર્માણ સાગર પંચાંગ અનુસાર, ગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે 10:09 વાગ્યે અને મોક્ષ બપોરે 1:26 વાગ્યે થશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ગ્રહણ નોર્થ સાઉથ પેસિફિક, નોર્થ અમેરિકા, ગ્રીનલેન્ડ, આર્કટિક સી, આઈસલેન્ડ, નોર્થ એટલાન્ટિક સી વિસ્તારમાં દેખાશે, પરંતુ ભારતમાં ક્યાંય દેખાશે નહીં. ભારતમાં ન દેખાતું હોવાને કારણે ગ્રહણ સંબંધિત વેધ, સૂતક, સ્નાન, દાન, કર્મ, યમના નિયમો વગેરે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

જે સ્થાનો પર ગ્રહણ દેખાય છે ત્યાં 12 કલાક પહેલા સુતક ગ્રહણ લાગી જાય છે, એટલે કે, આ સમય દરમિયાન ભજન અને પૂજા સિવાય અન્ય તમામ પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે.

નવરાત્રિ ઘટસ્થાપન પર કોઈ અસર નહીં

ભારતમાં સૂર્યગ્રહણ ન દેખાતું હોવાને કારણે ગ્રહણના કોઈ નિયમનું પાલન કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં બીજા દિવસે એટલે કે 9 એપ્રિલના રોજ સવારે ઉઠીને અને ધાર્મિક વિધિ મુજબ તમારા ઘરે ઘટસ્થાપન કરી શકો અને શ્રદ્ધા અને ભક્તિ સાથે મા દુર્ગાની પૂજા કરી શકો છો. નવા વર્ષને આવકારવા માટે મુખ્ય દરવાજા પર આંબાના પાન અને ફૂલોની માળા મુકો અને પછી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપો.

ચૈત્ર પ્રતિપદાના દિવસે ઘટસ્થાપન કરવાનો શુભ સમય 9 એપ્રિલના રોજ સવારે 06:02 થી 10:16 સુધીનો છે. આ પછી ઘટસ્થાપન માટે અભિજિત મુહૂર્ત સવારે 11:55 થી 12:45 વચ્ચે રહેશે. આ સમય દરમિયાન, સંપૂર્ણ ભક્તિ અને અનુષ્ઠાન સાથે દેવી દુર્ગાની પૂજા કરવાથી ઘણો ફાયદો થશે.

Tags :
Surya-Grahan-2024Surya-GrahanSurya-Grahan-2024-in-IndiaHolighatsthapana-time

Google News
Google News