Get The App

31 મે પછી વધશે મિથુન-તુલા સહિત ચાર રાશિના જાતકોનું ટેન્શન: દેવું વધશે, ભારે પડશે શત્રુઓ

Updated: May 28th, 2024


Google NewsGoogle News
31 મે પછી વધશે મિથુન-તુલા સહિત ચાર રાશિના જાતકોનું ટેન્શન: દેવું વધશે, ભારે પડશે શત્રુઓ 1 - image
Image Envato 

Mercury Transit 2024 : જ્યોતિષશાસ્ત્ર મુજબ બુધ ગ્રહ વેપાર, વાણી, સંપત્તિ, બુદ્ધિ, તર્ક અને સંવાદનો કારક માનવમાં આવે છે.  હાલમાં બુધ મેષ રાશિમાં બિરાજમાન છે. 31 મેના રોજ બપોરે 12:20 કલાકે બુધ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. અને એવુ કહેવાય છે કે. બુધ રાશિ પરિવર્તન કરે તો મોટા ફેરફારો લાવે છે. અને તેની 12 રાશિઓ પર અસર થશે, પરંતુ 4 રાશિઓ પર તેની નકારાત્મક અસર પડશે. 31 મે થી 14 જૂન સુધી બુધ વૃષભ રાશિમાં રહેશે. આ લોકોના સ્વાસ્થ્ય, નાણાકીય સ્થિતિ અને કારકિર્દી પર ખરાબ અસર પડી શકે છે. આ લોકોને કોઈક દવાથી રિએક્શન આવી શકે છે. લોન લેવાની જરૂર પડી શકે છે અથવા તમારે નોકરી અથવા વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ કે કઈ રાશિના જાતકોએ જૂનના 15 દિવસ સુધી ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. 

બુધના ગોચરથી આ રાશિઓ પર નકારાત્મક અસર

મિથુન રાશિ:

બુધનું ગોચર મિથુન રાશિના જાતકો માટે સારુ નથી. આ લોકોના ગુપ્ત દુશ્મનો સક્રિય રહેશે અને ભારે નુકસાન પહોંચાડી શકે છે. કોઈની સાથે દલીલ કરવાની કે અપમાન કરવાની ભૂલ બિલકુલ ન કરવી. લેવડ- દેવડમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે અથવા કોઈપણ વ્યવહારમાં કાઈ પણ ખોટું થઈ શકે છે. જેના કારણે તમને નુકસાન થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. બજેટમાં બગાડવાથી લોન લેવાનો વારો આવી શકે છે. 

તુલા રાશિ: 

બુધનું રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ જાતની દવા ન લેવી. નહીં તો કોઈ આડઅસર થઈ શકે છે. આ સિવાય તમારા જ પરિવારમાંથી કોઈ તમને નુકસાન પહોંચાડી શકે છે. જો તમારે મુશ્કેલીઓથી દૂર રહેવું હોય તો કોઈની સાથે વાદવિવાદમાં ન પડશો.  ખર્ચ તમને પરેશાન કરશે. 

વૃશ્ચિક રાશિ:

બુધનું ગોચર આ રાશિના જાતકોને પરેશાન કરી શકે છે. વિરોધીઓ અને શત્રુઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. તમારી યોજનાઓ કોઈને કહેશો નહી, તે સારું છે, નહીં તો થઈ રહેલું કામ બગડી શકે છે, અને તમને નુકસાન થઈ શકે છે. 

ધન રાશિ:

બુધનું ગોચર આ 15 દિવસોમાં ધનુ રાશિના જાતકોને તકલીફ આપી શકે છે. પૈસાની લેવડદેવડ સમજી વિચારીને કરવી તે તમારા હિતમાં છે. ઉછીના આપેલા નાણાં પરત કરવામાં આવશે નહીં, અથવા રોકાણમાં નુકસાન થઈ શકે છે. આ સમય દરમિયાન ધીરજથી કામ લો. આ સાથે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવાની જરુર છે. 


Google NewsGoogle News