બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કરો આ મંત્રોનો જાપ, માં લક્ષ્મી ગરીબીને કરશે સદાય માટે દૂર
Image Envato |
hindu Dharma Mantra: હિન્દુ ધર્મમાં પૂજા- પાઠનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અને તેમા પણ કોઈ ચોક્કસ સમયે કરવામાં આવતાં કામ 100 ટકા ફળ આપે છે. એજ પ્રમાણે હિન્દુ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્ત એટલે ભગવાનનો સમય. બ્રહ્મ મુહૂર્તને અક્ષય મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપણા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતાની સાથે જ વ્યક્તિએ દેવી-દેવતાઓ અથવા તેમના ઈષ્ટદેવતાનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને દરેક પ્રકારે લાભ થાય છે, અને તેની મનો કામના પૂરી થાય છે.
જ્યોતિષીઓના કહેવા પ્રમાણે બ્રહ્મમુહૂર્તમાં ઉઠતાની સાથે જ તમારે તમારી હથેળી જોઈને કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ રહે છે. આવો આજે જાણીએ બ્રહ્મમુહૂર્તમાં ઉઠતાની સાથે જ કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.
મંત્ર
'કરાગ્રે વસતે લક્ષ્મી:, કર મધ્યે સરસ્વતી. કરમુલે તું ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ'. તમારી હથેળીઓ ખુલ્લી રાખીને આ મંત્રનો જાપ કરો.
ગાયત્રી મંત્ર
'ॐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્' - આ મંત્રનો પાઠ કરવાથી બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો થાય છે, રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી મંત્રની ઓછામાં ઓછી 3 માળા કરવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિની બુદ્ધિ તેમ શુખ સમૃદ્ધિમાં વધારો થતો જોવા મળશે.
મહામૃત્યુંજય મંત્ર
'ॐ જું સ મામ પાલય પાલય સઃ જૂં ઓમ' - આ મંત્રનો જાપ કરવાથી જીવનની દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે. .
ॐ મહાલક્ષ્મી નમઃ :- આ મંત્રનો જાપ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ખર્ચ ઓછા થાય છે અને રોકાયેલા નાણા પણ પરત થાય છે.
આ સિવાય ॐ નો જાપ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે, અને આખો દિવસ સકારાત્મક રીતે પસાર થાય છે. શરીરમાં વિશેષ ઉર્જા જોવા મળે છે.