કુંડલીમાં શુભ ગુરુ ગ્રહ પણ આપી શકે છે અશુભ ફળ, જીવનમાં બનવા લાગે છે આવી ઘટનાઓ
Image Source: Wikipedia
દેવગુરુ બૃહસ્પતિ સકારાત્મક ગ્રહ છે, તેનું નામ સાંભળતા જ શુભતા પ્રાપ્ત થાય છે. જ્ઞાન પ્રાપ્ત થવાનો ભાવ ઉત્પન્ન થઈ જાય છે. ગુરુ ગ્રહનો હેતુ વ્યક્તિના જીવનને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા એટલે કે જીવનનો યોગ્ય વિકાસ કરીને સદ્ગતિ તરફ લઈ જવાનો છે પરંતુ શુભતા હોવાની સાથે-સાથે એ પણ ધ્યાન આપવા જેવી વાત છે કે ગ્રહોમાં સૌથી ભારે અને મોટો ગ્રહ પણ ગુરુ જ છે. ગુરુ જ્યાં બેસી જાય છે ત્યાં એક દબાણ બનાવે છે એટલે કે ભાર રાખે છે. તેથી જ્યોતિષમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે જે સ્થળ પર ગુરુ બેસે છે ત્યાંના જીવની હાનિ કરે છે.
ઉચ્ચના ગુરુ પણ આપી શકે છે નકારાત્મક ફળ
કુંડલીમાં બૃહસ્પતિ જો ઉચ્ચ, સ્વગ્રહી અને મજબૂત થઈને વધુ શુભતાની સાથે બેસેલા હોય તો પણ તે નકારાત્મક ફળ આપી શકે છે કેમ કે ગ્રહોમાં બૃહસ્પતિ સૌથી ભારે ગ્રહ છે અને આ જે સ્થાન પર બેસી જાય ત્યાંની જવાબદારી વધી જાય છે. જવાબદારી જો જાતે લેવામાં આવે તો તેમને હંમેશા માટે નિભાવી શકાય છે. જો આ મન અનુસાર ન મળે તો તેને પુરુ કરવુ કોઈના માટે પણ પરેશાનીનું કારણ બની શકે છે.
નાસ્તિક અને અહંકારી બનાવી દે છે
ગુરુ કુંડલીમાં જે ભાવમાં બેસે છે તે સ્થાનના જીવ પર ભાર નાખે છે જેમ કે પત્નીના સ્થાન પર બેસશે તો પત્નીને પીડિત કરે છે. સંતાનના સ્થાનમાં બેસશો તો સંતાનને તણાવ આપી શકે છે. જો લગ્ન પર બેસી જાય તો જ્ઞાનનો દંભ પણ ઉત્પન્ન કરી શકે છે. વક્રી ગુરુ લગ્નમાં હોય તો ઘણી વખત વ્યક્તિ પૂજા પાઠ વાળુ ન થઈને નાસ્તિક એટલે કે ઈશ્વરને ન માનવાવાળા હોઈ શકે છે.
પછી જીવનના ઉત્તરાર્ધમાં જઈને તેમની ઈશ્વર પર આસ્થા ઉત્પન્ન થાય છે. ગુરુનું વધુ ભારમાં હોવુ સ્થિતિને ખૂબ જ વિચિત્ર બનાવી દે છે. તેનાથી ગૃહસ્થ જીવનને નિભાવવુ વધુ એક ભાર લાગે છે તો સામેવાળાની ઉપેક્ષા તમને પૂજા પાઠથી પણ વંચિત કરી દે છે. આ લોકોને ઘરથી બહાર ખૂબ ઈજ્જત મળે છે પરંતુ ઘરમાં તે સન્માન મળતુ નથી જેના કારણે તેઓ હંમેશા હતાશ રહે છે. જે લોકોની કુંડલીના ચોથા કે સાતમાં સ્થાનમાં ગુરુ બેસ્યા હોય તેમને ઘરથી બહાર કોઈ મંદિરમાં ખૂબ પાઠ કરવો જોઈએ. તેનાથી તેમને લાભ થશે.
પોતાના પરિવારનું જ નુકસાન કરી શકે છે
જો દેવગુરુ બૃહસ્પતિ કુંડલીના તૃતીય ભાવમાં બેસી જાય તો આવી વ્યક્તિ બીજાની જવાબદારીઓ પણ ઉઠાવવા લાગી જાય છે. સાથે જ મનમાં ત્યાગની ભાવના તેને ક્યારેય થતી નથી. આવી વ્યક્તિ બીજાની ભલાઈ કરવા માટે પોતાના પરિવારને પણ નુકસાન પહોંચાડી દે છે. આ વ્યક્તિને ગરીબીમાં પણ ધકેલી શકે છે.
જો કુંડલીમાં ગુરુનો પ્રભાવ તમને આર્થિક તંગી આપી રહ્યો હોય તો ધાર્મિક સ્થળ પર દાન કરો. ધાર્મિક પુસ્તકોનું દાન કરો. બાળકોને અભ્યાસમાં મદદ કરો. તેનાથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાયનું ફળ એકથી બે સપ્તાહની અંદર જ મળવા લાગે છે. ધ્યાન રાખવુ કે તમે બીજાને જ્ઞાન આપવાનું બંધ કરી દો અને પોતાના જ્ઞાનને પોતાના માટે સુરક્ષિત રાખો. ગુરુ પિતા, પતિ અને પુત્રનું સુખ અપાવે છે. ગુરુથી શુભ ફળ મેળવવા માટે ગુરુવારના દિવસે દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ.