દશેરાના દિવસે જો આ પક્ષીના દર્શન થાય તો સમજજો ખરાબ દિવસો ગયા, જાણો દર્શનનું મહત્વ

પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શ્રીરામ જ્યારે રાવણનો વધ કરવા જઈ રહ્યા હોય છે ત્યારે તેમને નીલકંઠ પક્ષીના દર્શન થાય છે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
દશેરાના દિવસે જો આ પક્ષીના દર્શન થાય તો સમજજો ખરાબ દિવસો ગયા, જાણો દર્શનનું મહત્વ 1 - image
Image  Wikipedia

તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર

Dussehra 2023: નવરાત્રિના નવ દિવસ પુરા થયા પછી દસમા દિવસે દશેરા એટલે વિજ્યાદશમી મનાવવામાં આવે છે. આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023ના રોજ મનાવવામાં આવશે.  માન્યતા પ્રમાણે દશેરાના દિવસે શ્રીરામ ભગવાને લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. એટલા માટે આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે. 

પંચાગ પ્રમાણે દશેરાનો તહેવાર આસો માસના શુક્લ પક્ષની દસમી તિથિના રોજ મનાવવામાં આવે છે. આ દિવસે અધર્મ પર ધર્મની જીત થઈ હતી. તેમજ આ દિવસને લઈને કેટલીક માન્યતાઓ જોડાયેલી છે. જેમા આ દિવસે એટલે કે દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શનને દુર્લભ અને અતિ શુભ માનવામાં આવે છે. આવો દશેરા પર નીલકંઠના દર્શન સાથે જોડાયેલ મહત્વ વિશે જાણીએ. 

દશેરાના દિવસે નીલકંઠના દર્શનનું મહત્વ

પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શ્રીરામ જ્યારે રાવણનો વધ કરવા જઈ રહ્યા હોય છે ત્યારે તેમને નીલકંઠ પક્ષીના દર્શન થાય છે. જેથી રાવણનો વધ કરવામાં સફળતા મળી હતી. પરંતુ રાવણની હત્યા કર્યા પછી શ્રીરામ ભગવાનને બ્રાહ્મણની હત્યા કરવાનું પાપ લાગ્યું હતું. ત્યારે ભગવાન રામ અને લક્ષ્મણે ભોલેનાથની આરાધના કરી હતી અને પાપમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી. જ્યારે રામ અને લક્ષ્મણ જ્યારે ભોલેનાથની આરાધના કરી રહ્યા હતા ત્યારે શિવજી ધરતી પર નીલકંઠનું રુપ ધારણ કરીને ઉપસ્થિત રહ્યા હતા. એટલા માટે એવી માન્યતા છે કે, નીલકંઠ પક્ષી મહાદેવનું પ્રતિનિધિત્વ કરે છે, અને દશેરાના દિવસે નીલકંઠના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. 

આ સ્થિતિમાં નીલકંઠના દર્શન શુભ 

1. જો દશેરાના દિવસે લાકડા પર નીલકંઠ પક્ષી બેઠેલુ જોવા મળે તો આ શુભ માનવામાં આવે છે. આનાથી ધન યોગ બનવાની સંભાવના રહેલી છે. 

2. દશેરાના દિવસે જો અવિવાહિત મહિલા કે પુરુષને નીલકંઠના દર્શન થાય તો તેના લગ્ન ખૂબ જ જલ્દીથી ગોઠવાઈ જાય છે.

3. જો કોઈ પુરુષને દશેરાના દિવસે નીલકંઠના દર્શન થાય તો સમજવુ કે તમારા દરેક બગડેલા અને રોકાયેલા કામ બનવાના શરુ થઈ જશે.

4. તો કોઈ મહિલાને જો દશેરાના દિવસે નીલકંઠના દર્શન થાય તો ખૂબ શુભ માનવામાં આવે છે. જો નીલકંઠ તમારી જમણી બાજુ ઉડતુ દેખાય તો વિવાહ યોગ બને છે. 


Google NewsGoogle News