ચંદ્રગ્રહણ વખતે ગર્ભવતી મહિલાઓએ આ બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી નહીંતર બાળક પર પડશે દુષ્પ્રભાવ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
ચંદ્રગ્રહણ વખતે ગર્ભવતી મહિલાઓએ આ બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી નહીંતર બાળક પર પડશે દુષ્પ્રભાવ 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 26 ઓક્ટોબર 2023 ગુરૂવાર

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણની ઘટનાને ખૂબ ખાસ અને મહત્વની માનવામાં આવી છે. વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ આ વર્ષે 28 ઓક્ટોબર શરદ પૂનમના દિવસે થવાનું છે. 30 વર્ષ બાદ શરદ પૂનમના અવસરે ગ્રહણ થવા જઈ રહ્યુ છે. આ વર્ષનું અંતિમ ગ્રહણ હશે, જે ભારતમાં જોવા મળશે નહીં. આ કારણે તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. તેનો પ્રભાવ દેશ-દુનિયા સહિત તમામ લોકોના જીવન પર જોવા મળે છે.

જ્યોતિષ અનુસાર 28 ઓક્ટોબરે મધ્યરાતથી ચંદ્ર ગ્રહણ શરૂ થશે અને તેનું સમાપન 2.25 મિનિટ સુધી રહેશે. શાસ્ત્રો અનુસાર લોકોએ આ સમયે ઘણી મહત્વની વાતોનો ખ્યાલ રાખવો જોઈએ. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન અમુક વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. માન્યતા છે કે ગ્રહણના સમયે નકારાત્મક શક્તિઓ હાવી થઈ જાય છે. દરમિયાન તેનો પ્રભાવ ગર્ભવતી મહિલાઓ પર વિશેષરૂપે જોવા મળે છે. શાસ્ત્રોમાં ગર્ભવતી મહિલાઓ માટે અમુક ખાસ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ક્યારે લાગશે સૂતક કાળ

વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબરે શરદ પૂનમના દિવસે છે. શરદ પૂનમના દિવસે 30 વર્ષ બાદ આ ગ્રહણ લાગશે. આનું સૂતક કાળ લગભગ 9 કલાક પહેલા જ શરૂ થઈ જશે. દરમિયાન ગર્ભવતી મહિલાઓએ અમુક વિશેષ નિયમોનું પાલન કરવાની જરૂર છે.

ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ આ બાબતોનું પાલન કરવુ જરૂરી

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગર્ભવતી મહિલાઓ ચંદ્ર ગ્રહણને જોવાનું ટાળે. આ દરમિયાન ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળવુ જોઈએ. 

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગર્ભવતી મહિલાઓ ઘરમાં એવા સ્થળે રહે. જ્યાં ગ્રહણની કિરણો પોતાનો પ્રભાવ ન નાખી શકે. 

- શાસ્ત્રો અનુસાર ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણના દિવસે વધુથી વધુ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. મહિલાઓએ પૂજા-પાઠમાં મન લગાવવુ જોઈએ પરંતુ આ દરમિયાન એ વાતનું ખાસ ધ્યાન રાખો કે મહિલાઓ મંદિરની અંદર ન જાય.

- ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને હનુમાન ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનામ, આદિત્ય હૃદય સ્ત્રોત, વિષ્ણુ હસ્તાક્ષરી મંત્ર અને પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી વિશેષ લાભ થાય છે. 

- માન્યતા છે કે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ પોતાની પાસે એક નારિયેળ રાખે. તેને લઈને એવી માન્યતા છે કે નારિયેળ રાખવાથી તમામ પ્રકારના હાનિકારક વિકરણથી બચી શકાય છે. જે બાદ આ નારિયેળને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિતે કરી દો. 

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગર્ભવતી મહિલાઓ ઉઠવા-બેસવામાં ખાસ સાવધાની રાખે. એટલુ જ નહીં. ગ્રહણ દરમિયાન ભોજન કરવાનું ટાળો. સાથે જ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ગર્ભવતી મહિલાઓ સૂર્ય ગ્રહણ દરમિયાન સોય, ચાકુ, કાતર જેવી ધારદાર વસ્તુઓના ઉપયોગથી દૂર રહે. એવુ માનવામાં આવે છે કે જો ગ્રહણ દરમિયાન આ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો બાળકો પર દુષ્પ્રભાવ પડે છે.


Google NewsGoogle News