Get The App

વૃશ્ચિક અને તુલા રાશિના જાતકોનું વધશે ટેન્શન: શુક્રના ગોચરના કારણે થશે હલચલ

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
વૃશ્ચિક અને તુલા રાશિના જાતકોનું વધશે ટેન્શન: શુક્રના ગોચરના કારણે થશે હલચલ 1 - image


Image Source: Freepik

Venus Transit 2024: શુક્ર આજે મીન રાશિમાં ગોચર કરશે. ધન અને વૈભવના દાતા 31 માર્ચે કુંભથી મીન રાશિનો સફર કરશે. મીન રાશિમાં શુક્રના પ્રવેશને કારણે કેટલીક રાશિઓને સકારાત્મક પરિણામ મળી શકે છે પરંતુ કેટલીક રાશિ માટે ખરાબ સમય પણ શરૂ થઈ શકે છે. શુક્ર 24 એપ્રિલ સુધી મીન રાશિમાં બિરાજમાન રહેશે. તો ચાલો જાણીએ કે શુક્રના મીન રાશિમાં ગોચરના કારણે કઈ રાશિના જાતકોને કપરો સમય શરૂ થશે અને સાથે જ એ પણ જાણીએ કે, શુક્રને પ્રસન્ન કરવાના ઉપાયો કયા છે....

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન શુભ માનવામાં નથી આવી રહ્યું. આર્થિક જીવનમાં ઉતાર-ચઢાવ રહેશે. તમારે જીવનમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારા કરિયરમાં સહકર્મીઓ સાથે વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. કામ પૂરા કરવામાં અવરોધો આવી શકે છે. આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

તુલા રાશિ

શુક્રનું મીન રાશિમાં ગોચર તુલા રાશિના જાતકો માટે લાભદાયી માનવામાં નથી આવી રહ્યું. આર્થિક જીવનમાં પરિવર્તન આવી શકે છે. નકારાત્મક લાગણી અનુભવી શકો છો. જીવનસાથી સાથે મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. તમારે આર્થિક રીતે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શુક્ર ગ્રહ ઉપાય

શુક્ર ગ્રહને મજબૂત કરવા અથવા પ્રસન્ન કરવા માટે 'ॐ દ્રાંમ દ્રીંમ દ્રૌં સ: શુક્રાય નમઃ' મંત્રનો જાપ કરવો. બીજી તરફ શુક્રવારના દિવસે સફેદ વસ્તુ જેમ કે, ચોખા, દૂધ, અત્તર, કપડાં અને શ્રૃંગારનો સામાન દાન કરવાથી પણ શુક્રની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. શુક્ર ગ્રહના અશુભ પ્રભાવને ઘટાડવા માટે શુક્રવારના દિવસે વ્રત રાખવું.


Google NewsGoogle News