Happy New Year Gift 2024: નવા વર્ષે ભૂલથી પણ ગિફ્ટ ન કરો આ વસ્તુ, સંબંધોમાં આવી શકે છે દરાર
Image Source: Freepik
અમદાવાદ, તા. 20 ડિસેમ્બર 2023 બુધવાર
ટૂંક સમયમાં જ વર્ષ 2024ની શરૂઆત થઈ જશે. નવા વર્ષે લોકો શુભકામનાઓની સાથે-સાથે પોતાના લોકોને કેટલીક ગિફ્ટ પણ આપે છે. નવા વર્ષે આપવામાં આવતી આ ગિફ્ટ લોકોને પોતાનાપણાનો અનુભવ કરાવે છે. જોકે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક એવી પણ વસ્તુઓ છે જે નવા વર્ષના અવસરે ગિફ્ટ તરીકે આપવી જોઈએ નહીં. માન્યતા છે કે ગિફ્ટ તરીકે આ વસ્તુઓને આપવાથી સંબંધોમાં કડવાશ પેદા થઈ જાય છે.
નવા વર્ષે ગિફ્ટમાં આ વસ્તુઓ ન આપવી
જો તમે નવા વર્ષે કોઈને ઘડિયાળ કે રૂમાલ ગિફ્ટમાં આપવાનું વિચારી રહ્યા છો તો આવુ બિલકુલ પણ ન કરો. માન્યતા છે કે એકબીજાને ગિફ્ટમાં રૂમાલ આપવાથી નકારાત્મકતા વધે છે. જેના કારણે સંબંધોમાં ગેરસમજ પેદા થવાની શક્યતા રહે છે. નવા વર્ષે ઘડિયાળ આપવી પણ સારુ માનવામાં આવતુ નથી. માન્યતા છે કે તેનાથી સમય ખરાબ થવા લાગે છે.
નવા વર્ષે કોઈને પણ પર્સ કે બેગ ગિફ્ટ કરવી જોઈએ નહીં. પર્સમાં રૂપિયા મૂકવામાં આવે છે અને માન્યતા છે કે ભેટ તરીકે પર્સ આપવાથી આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. તેથી નવા વર્ષે કોઈને પણ આ ગિફ્ટ ન આપો.
ક્યારેય કોઈને પણ ગિફ્ટ તરીકે ચપ્પલ આપવા જોઈએ નહીં. જ્યોતિષ અનુસાર ચપ્પલ દરિદ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે જૂતા-ચપ્પલ આપનાર અને લેનાર બંનેએ જ આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ગિફ્ટમાં આ બંને આપવાથી આર્થિક પરિસ્થિતિ ક્યારેય સુધરતી નથી.
નવા વર્ષે કોઈને પણ ગિફ્ટમાં કોઈ પણ ધારદાર વસ્તુઓ ન આપો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધારદાર વસ્તુઓ ગિફ્ટમાં આપવાથી સંબંધોમાં તિરાડ પેદા થાય છે. આ વસ્તુઓ આપવાથી સંબંધોમાં અંતર પેદા થાય છે. જો તમને પણ ગિફ્ટમાં આવી વસ્તુઓ મળે છે તો તેને પોતાની પાસે ન રાખો.
ગિફ્ટમાં ભગવાનની મૂર્તિઓ આપવાથી બચવુ જોઈએ. જોકે દરેક દેવી-દેવતાની મૂર્તિ, તેની સારસંભાળ અને પૂજા સાથે જોડાયેલા અમુક ખાસ નિયમ હોય છે જેનું પાલન કરવુ જરૂરી હોય છે. આવુ હંમેશા જરૂરી હોતુ નથી કે તમે જેને ભગવાનની છબી ગિફ્ટમાં આપી રહ્યા છો તે તેનું સારી રીતે ધ્યાન રાખે. નિયમોનું ધ્યાન ન રાખવુ ભગવાનનું અપમાન હોય છે. સારુ એ રહેશે કે તમે ગિફ્ટમાં ભગવાનની મૂર્તિઓ ન આપો.
ક્યારેય પણ કોઈને પણ ગિફ્ટમાં મની પ્લાન્ટ આપવો જોઈએ નહીં અને કોઈની પાસેથી લેવો જોઈએ પણ નહીં. આવુ કરવાથી તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. માન્યતા છે કે મની પ્લાન્ટ હંમેશા ક્યાંકથી સંતાઈને લાવવો જોઈએ તો જ ઘરમાં પ્રગતિ આવે છે.