સોમવતી અમાસ: આજે ત્રણ યોગનો છે અનોખો સંયોગ, આ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો
Somvati Amasa: હિંદુ પંચાંગ પ્રમાણે સોમવતી અમાવસ્યા પૌષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે સોમવતી અમાવસ્યા આજે 30 ડિસેમ્બરે છે. સોમવતી અમાવસ્યાને દર્શ અથવા પોષ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અમાવસ્યાના દિવસે સ્નાન કર્યા બાદ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: નવા વર્ષના પ્રથમ દિવસે તુલસીમાં આ વસ્તુ બાંધજો, તિજોરી પૈસાથી છલકાશે
આ સોમવતી અમાવસ્યા ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે
સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ વખતે સોમવતી અમાવસ્યા ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ અને શિવવાસ યોગનો સમન્વય થઈ રહ્યો છે.
આવો આજે એ જાણીએ કે સોમવતી અમાવસ્યાના દિવસે કઈ ભૂલોનું ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો: BSNLમાંથી 19000 કર્મચારીઓની છટણીની તૈયારી! કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી લેવાની યોજના
- એવું કહેવાય છે કે, અમાવસ્યાના દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે. જેથી કરીને આ દિવસે કોઈ પણ નિર્જન એટલે કે સૂમસામ જગ્યાએ જવુ નહીં કે ત્યાથી પસાર પણ ન થવું જોઈએ.
- સોમવતી અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઊઠીને આ દિવસે પૂજા કર્યા પછી જ ભોજન કરવું જોઈએ.
- આ દિવસે તમારા ઘર અને આસપાસ શાંતિ જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ દિવસે લડાઈ - ઝઘડાઓથી દૂર રહેવુ જોઈએ.
- સોમવતી અમાવસ્યાના દિવસે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ અને આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.