Pitru Paksha: પિતૃ પક્ષમાં આ વસ્તુઓનું દાન પિતૃ દોષનું બને છે કારણ, જીવનમાં વેઠવી પડે છે પારાવાર મુશ્કેલી

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
Pitru Paksha: પિતૃ પક્ષમાં આ વસ્તુઓનું દાન પિતૃ દોષનું બને છે કારણ, જીવનમાં વેઠવી પડે છે પારાવાર મુશ્કેલી 1 - image


                                                      Image Source: Wikipedia 

અમદાવાદ, તા. 02 ઓક્ટોબર 2023 સોમવાર

પિતૃપક્ષમાં સ્નાન, દાન અને તર્પણનું ખૂબ મહત્વ છે. માન્યતા છે કે શ્રાદ્ધ કર્મ, તર્પણ વગેરેની સાથે દાન કરવાથી પિતૃ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે. આજથી પિતૃ પક્ષની શરૂઆત થઈ ચૂકી છે. પિતૃ પક્ષમાં કરેલુ દાન 100 ગણુ ફળ આપે છે. જોકે દાનને લઈને અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષમાં અમુક વસ્તુઓનું દાન ભૂલથી પણ કરવુ જોઈએ નહીં. તેનાથી પિતૃ વંશજોથી નારાજ થઈ જાય છે અને તેમને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે જ પિતૃદોષ પણ લાગે છે. 

પિતૃ પક્ષમાં આ વસ્તુઓનું દાન ન કરો

વાસી ભોજન

પિતૃ પક્ષમાં અન્નનું દાન સૌથી સારુ માનવામાં આવે છે. અન્નનું દાન કરવાથી ઘણુ પુણ્ય મળે છે પરંતુ પિતૃ પક્ષ દરમિયાન વાસી ભોજન કોઈકને દાન કરવાથી પાપના ભાગીદાર બનાય છે. તેનાથી પિતૃ નારાજ થઈ જાય છે તેથી ભૂલથી પણ વાસી ભોજન કોઈને દાન ન કરો. લોકોને શુદ્ધ અને તાજુ ભોજન ખવડાવો. તેનાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે.

જૂના વસ્ત્ર

પિતૃ પક્ષ દરમિયાન જૂના વસ્ત્ર અને બૂટ-ચપ્પલનું દાન કરવુ પણ સારુ માનવામાં આવે છે. તેનાથી પિતૃદોષની સાથે-સાથે રાહુ દોષ પણ લાગે છે. પિતૃ પક્ષ દરમિયાન નવા વસ્ત્રોનું દાન કરી શકો છો.

કાળા વસ્ત્ર

પિતૃ પક્ષ દરમિયાન વસ્ત્રોનું દાન કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે કાળા વસ્ત્રોનું દાન ન કરો. તેનાથી પિતૃ નારાજ થઈ જાય છે. આ દરમિયાન સફેદ વસ્ત્રોનું દાન શુભ માનવામાં આવે છે. 

લોખંડના વાસણ

લોખંડના વાસણનું દાન પિતૃ પક્ષમાં કરવામાં આવતુ નથી. પિતૃ પક્ષમાં લોખંડના વાસણનું દાન કરવુ જોઈએ નહીં. તેનાથી પિતૃદોષ લાગે છે. પિતૃ પક્ષમાં સ્ટીલના વાસણનું દાન કરી શકો છો. 

તેલનું દાન

પિતૃ પક્ષમાં તેલનું દાન શુભ માનવામાં આવતુ નથી. પિતૃ પક્ષમાં તેલનું દાન કરવાથી પિતૃ નારાજ થઈ જાય છે. ખાસ કરીને સરસવના તેલનું દાન પિતૃ પક્ષમાં કરવુ જોઈએ નહીં. આ સિવાય તમે કાળા તલ, ચોખા, જવ વગેરેનું દાન કરી શકો છો.


Google NewsGoogle News