બુધવારના દિવસે આ રંગની વસ્તુઓનું દાન કરવાથી ભગવાન ગણેશ અને બુધ દેવની પ્રાપ્ત થશે કૃપા

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
બુધવારના દિવસે આ રંગની વસ્તુઓનું દાન કરવાથી ભગવાન ગણેશ અને બુધ દેવની પ્રાપ્ત થશે કૃપા 1 - image


                                                         Image Source: Wikipedia 

અમદાવાદ, તા. 04 ઓક્ટોબર 2023 બુધવાર

બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને બુધ ગ્રહ સાથે સંબંધિત હોય છે. બુધવારના દિવસે શાસ્ત્રોમાં લીલા રંગની વસ્તુઓના દાનને મહત્વપૂર્ણ માનવામાં આવ્યુ છે. 

બુધવારના દિવસે સવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ અને પૂજા દરમિયાન ‘ऊं ग्लौम गणपतयै नम:’ મંત્રનો જાપ જરૂર કરો. તેનાથી ભગવાન ગણેશ ખૂબ પ્રસન્ન થાય છે. આ સાથે જ બુધવારના દિવસે લીલા રંગની વસ્તુઓનું દાન પણ મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે કારગર માનવામાં આવે છે.

હિંદુ ધર્મમાં દાનનું ખૂબ મહત્વ હોય છે પરંતુ બુધવારના દિવસે લીલા રંગની વસ્તુઓના દાનને ઉત્તમ માનવામાં આવ્યુ છે. આ લીલા રંગની વસ્તુઓનું દાન બુધવારના દિવસે કરવાથી ભગવાન ગણેશની કૃપાથી જીવનના તમામ દુ:ખોનો નાશ થાય છે અને કુંડલીમાં બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. 

લીલુ ઘાસ

માનસિક તણાવથી મુક્તિ અને સુખ-સમૃદ્ધિ માટે બુધવારના દિવસે કોઈ ગાયને લીલા રંગનું ઘાસ ખવડાવો. તમે લીલા રંગનો ચારો પણ ગાયને ખવડાવી શકો છો. 

લીલા રંગની બંગડીઓ

કુંડલીમાં બુધ ગ્રહ કમજોર હોવાથી ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે અને કોઈ કામમાં સફળતા મળતી નથી. બુધ ગ્રહને મજબૂત કરવા માટે તમે બુધવારના દિવસે સોહાગણ મહિલાઓને 11 કે 21 બંગડીઓ દાન કે ભેટ કરો. 

લીલા રંગના વસ્ત્ર

જો કોઈ કાર્યમાં સફળતા મળી રહી નથી અને સતત અસફળતાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે પોતાની શક્તિ અનુસાર બુધવારના દિવસે લીલા રંગના વસ્ત્રનું દાન કરો. જો વસ્ત્રનું દાન શક્ય ન હોય તો તમે લીલા રંગનો રૂમાલ પણ દાન કરી શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે વસ્ત્ર કે રૂમાલ જૂનું કે ફાટેલુ ન હોય. 


Google NewsGoogle News