શનિવારે આ પાંચ ઉપાય કરવાથી શનિ દોષ થશે દૂર અને જીવનમાં આવશે ખુશહાલી
Image Source: Twitter
અમદાવાદ, તા. 09 ડિસેમ્બર 2023 શનિવાર
હિંદુ ધર્મમાં પ્રત્યેક દિવસ કોઈકને કોઈક દેવી-દેવતાને સમર્પિત કરવામાં આવ્યો છે. સોમવારે જે રીતે શંકર ભગવાનની પૂજા કરવામાં આવે છે. મંગળવારે બજરંગબલીની તો તે જ રીતે શનિવારે શનિ દેવતાની પૂજા લોકો વિધિસર કરે છે. શનિ દેવ લોકોના સારા અને ખરાબ કર્મોના લેખા-જોખા પોતાની પાસે રાખે છે. જેના કર્મ ખરાબ હોય છે, તેમને ખરાબ સજા, દુ:ખ, કષ્ટ આપે છે અને જે લોકો સારુ અને પુણ્યનું કામ પોતાના જીવનમાં કરે છે. તેમની સાથે હંમેશા સારો વ્યવહાર કરે છે. તેમને સારુ ફળ જ આપે છે. આ જ કારણ છે કે શનિ દેવને કર્મફળદાતા અને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે.
જો શનિ દેવ તમારાથી એક વખત નારાજ થઈ ગયા તો પછી સમજી લો કે તમારા જીવનમાં અપ્રિય ઘટનાઓ ઘટિત થઈ શકે છે. તમને ઘણા પ્રકારની મુશ્કેલીઓ ઘેરી શકે છે. અમુક લોકોની કુંડલીમાં પણ શનિ દોષ રહે છે. જો તમને લાગી રહ્યુ છે કે તમારી સાથે અમુક દિવસથી કંઈ પણ સારુ થઈ રહ્યુ નથી તો થઈ શકે છે તમારો શનિ ગ્રહ ઠીક નથી. જો તમે શનિ દેવના ગુસ્સાથી બચવા અને તેમની કૃપા મેળવવા ઈચ્છતા હોવ તો તમે શનિવારના દિવસે આ 5 ઉપાયોને જરૂર કરો.
શનિવારે આ 5 ઉપાય કરો, શનિ ગ્રહ દોષ થશે દૂર
1. જો તમે શનિ દોષ દૂર કરીને શનિ દેવતાની કૃપા અને આશીર્વાદ મેળવવા ઈચ્છો છો તો શનિવારના દિવસે વ્રત અને પૂજા વિધિ-વિધાન જરૂર કરો. સાથે જ પીપળાના વૃક્ષની પૂજા પણ કરો. તેની પર જળ ચઢાવો. તલના તેલનો દીવો પ્રગટાવો. સાત વખત વૃક્ષની પરિક્રમા કરો. આવુ થોડા શનિવાર કરો, શનિ દેવ તમારા પર પ્રસન્ન થશે.
2. માન્યતા છે કે કાળુ કૂતરુ શનિ દેવનું વાહન છે. જો તમને ગમે ત્યાં કોઈ કાળુ કૂતરુ જોવા મળે તો તેને ગમે તે ખાવાનું આપો. આવુ કરશો તો શનિ ગ્રહ દોષથી તમને તાત્કાલિક મુક્તિ મળી જશે.
3. શનિ દોષથી છુટકારો મેળવવા માટે તમે શનિવારના દિવસે કાળા વસ્ત્રો, કાળા તલ, કાળા રંગની છત્રી, કાળી અડદની દાળ, ગોળ, તેલ, બૂટ, ચપ્પલ વગેરે વસ્તુઓનું દાન ગરીબો કે જરૂરિયાતમંદોને જરૂર કરો. આવુ કરતી વખતે આ વાતનો અણસાર કોઈને પણ ન આવવા દો. ચૂપચાપ આ કાર્ય કરશો તો ઝડપથી લાભ થશે. નિસ્વાર્થ ભાવથી આ કાર્ય કરો. તમને આ દાનનું ફળ જરૂર મળશે.
4. જો તમારા ઘરે આર્થિક તંગી છે. દેવામાં ડૂબી ગયા છો તો તેનાથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે કોઈ કાળી ગાયની પૂજા કરો. તેના માથા પર કંકુથી ચાંદલો કરો. તેને બૂંદીના લાડવા ખવડાવો. ખૂબ ઝડપથી તમારુ તમામ દેવુ સમાપ્ત થઈ જશે.
5. જો તમે ઈચ્છો છો કે શનિ દેવ તમારા પર ક્રોધિત ન થાય, તેમના ગુસ્સાથી બચવુ હોય તો તમે પ્રત્યેક દિવસ હનુમાન ચાલીસાનો પણ પાઠ કરી શકો છો. સાથે જ શનિ દેવની કૃપા મેળવવી હોય તો તમે માછલી, ચકલીને પણ દાણા, પાણી વગેરે ખાવા માટે આપી શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલી ભૂલોને શનિ દેવ માફ કરી શકે છે.