Get The App

બુધવારે આ 5 ઉપાય કરવાથી સુખ-શાંતિની સાથે હંમેશા ભગવાન ગણેશજીની કૃપા બની રહેશે

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
બુધવારે આ 5 ઉપાય કરવાથી સુખ-શાંતિની સાથે હંમેશા ભગવાન ગણેશજીની કૃપા બની રહેશે 1 - image


Image Source: Wikipedia 

અમદાવાદ, તા. 13 ડિસેમ્બર 2023 બુધવાર

બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવી ખૂબ ફળદાયી માનવામાં આવે છે. બુધવારના અમુક ઉપાય જણાવાયા છે જેમને કરીને તમે સુખ-શાંતિથી જીવન જીવી શકે છે.

1. મગની દાળના ઉપાય

બુધવારના દિવસે બુધ ગ્રહને શાંત કરવા માટે લીલા મગ કે પછી મગની દાળનું દાન કરવુ જોઈએ. તેનાથી બુધ ગ્રહ મજબૂત થાય છે. આ દિવસે મગ દાળનું સેવન કરવુ પણ ખૂબ શુભ માનવામાં આવે છે.

2. આર્થિક સમસ્યાઓ માટે ઉપાય

તમે દેવાથી પરેશાન છો તો તમે આ ઉપાય કરી શકો છો. દેવામાંથી મુક્તિ મેળવવા માટે બુધવારના દિવસે ગણેશ જી ની પૂજા કરવી જોઈએ. આ દિવસે ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી આર્થિક તંગીની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

3. દુર્વા ઘાસનો ઉપાય

ગણેશ જી ને પ્રસન્ન કરવા માટે તમે આ ઉપાય કરી શકો છો. ગણેશ જી ને દુર્વા ઘાસ પ્રિય હોય છે. તમે દુર્વા ઘાસમાં 21 ગાંઠ લગાવીને ગણેશજીના મસ્તક પર ચઢાવો. આવુ કરવાથી ગણેશજીની કૃપા તમારા પર જળવાઈ રહેશે.

4. ગાયને લીલા પાન ખવડાવો

જીવનના દુ:ખ-કષ્ટથી છુટકારો મેળવવા માટે તમે આ અચૂક ઉપાય જરૂર કરો. તમે બુધવારના દિવસે ગાયને લીલા પાન ખવડાવો. તેનાથી કામમાં અવરોધ આવતો નથી અને સફળતાની પ્રાપ્તિ થાય છે.

5. નારિયેળના ઉપાય

રાહુની સમસ્યાથી છુટકારો મેળવવા માટે બુધવારની રાતે એક નારિયેળને માથાની પાસે રાખીને સૂઈ જાવ. આ નારિયેળને આગલા દિવસે અમુક દક્ષિણાની સાથે ગણેશજીને ચઢાવો અને ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. તેનાથી ઘરમાં ધન-વૈભવ, સુખ-શાંતિનો વાસ હોય છે.


Google NewsGoogle News