અનોખુ મંદિર: અહીં હનુમાનજી ડોક્ટર બનીને કરે છે દર્દીઓની સારવાર, કેંસર જેવી બીમારી પણ થઈ જાય છે નાબુદ

એમપીમાં ભિંડ જીલ્લામાં ડોક્ટર હનુમાનજીનું મંદિર છે. અહી એવી માન્યતા છે કે હનુમાનજી ખુદ અહીં ડોક્ટર બનીને દર્દીઓનું ઈલાજ કરવા આવે છે

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
અનોખુ મંદિર: અહીં હનુમાનજી ડોક્ટર બનીને કરે છે દર્દીઓની સારવાર, કેંસર જેવી બીમારી પણ થઈ જાય છે નાબુદ 1 - image
Image Instagram 

તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર 

એમપીમાં (MP) ભિંડ જીલ્લામાં ડોક્ટર (Doctor hanumanji mandir )હનુમાનજીનું મંદિર આવેલું છે. અહી એવી માન્યતા છે કે હનુમાનજી ખુદ અહીં ડોક્ટર બનીને દર્દીઓનું ઈલાજ કરવા આવે છે. હોસ્પિટલ રુપી મંદિરમાં દરેક પ્રકારની બીમારીઓનું ઈલાજ ડો. હનુમાનજી દ્વારા કરવામાં આવે છે. કેટલાય રાજ્યોના ભક્તો પોતાની અરજી લઈને આવે છે.ખાસ વાત એ છે કે ડોક્ટર હનુમાનજી મંદિર પર 26 સપ્ટેમ્બરે બુઢંવા મંગળના રોજ લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પહોચે છે. આવામાં પ્રશાસન દ્વારા પુરી તૈયારી શરુ કરી દેવામાં આવી છે. 

શનિવાર અને મંગળવારના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે

ભિંડમાં પ્રાચીન મોટા હનુમાન મંદિર શહેરવાસીયો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં દર શનિવાર અને મંગળવારના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. મંદિરમાં હનુમાનજીની મોટી મુર્તિ હોવાના કારણે આ મંદિરને મોટા હનુમાનજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં મનોકામના પુરી કરવા માટે ઘણી મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે. 

કેંસર જેવા રોગ પણ થઈ જાય છે ઠીક

જીલ્લાના પ્રસિદ્ધ દંદરોઆ ધામ મંદિર પર કેટલાય પ્રકારના રોગોથી પીડિતા લોકો ડોક્ટર હનુમાનજી પાસે આવે છે. એવુ માનવામાં આવે છે કે અહીં ડોક્ટર હનુમાનજીના પાસે મંગળવારના રોજ સતત ફેરી ફરવાથી કેંસર, ટીબી જેવા મોટા રોગથી માંડીને નાના રોગો પણ મટી જાય છે. આ મંદિર પર દર્શન કરવા માટે તમે ભિંડ જીલ્લામાં મેહગાંવ થઈને દંદરોઆ ધામ પહોચી શકો છો. જ્યા તમે ડોક્ટર હનુમાનજીના દર્શન કરી શકો છો.(નોધઃ આ આખી સ્ટોરી શ્રદ્ધા અને ધાર્મિક માન્યતા પર આધારિત છે. ) 

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News