Get The App

શું તમે દરવાજા પર ગણેશજીની મૂર્તિ લગાવો છો? જાણો ઘરમાં ક્યાં સ્થાને કરાય બિરાજમાન

રોજ સવારે એકવાર અવશ્ય મુખ્ય દરવાજાની સફાઈ કરવી જોઈએ

ગણેશજી ઉત્તર દિશાનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે તેમને ત્યાં રાખવા જોઈએ

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
શું તમે દરવાજા પર ગણેશજીની મૂર્તિ લગાવો છો? જાણો ઘરમાં ક્યાં સ્થાને કરાય બિરાજમાન 1 - image

તમે જોયું હશે કે આજકાલ કેટલાય મોટા ઘર- ફ્લેટના દરવાજા પર અથવા મોટાં- મોટાં ઘરોની બહાર ગણેશ ભગવાનના પેન્ટિંગ લગાવવામાં આવે છે. કેટલાક લોકો કહેતા હોય છે દરવાજા પર ગણેશજીનો ફોટો લગાવવો સારો કહેવાય છે. પરંતુ શું આવું કરીને તમે કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને? શું ખરેખર ઘરના દરવાજા પર ગણેશજીનો ફોટો લગાવવો જોઈએ? શું વાસ્તુના નિયમ પ્રમાણે આ બરોબર છે ? આવો આજે શાસ્ત્રના પ્રમાણે ગણેશજીની મૂર્તિ ઘરના ક્યા ભાગમાં હોવી જોઈએ તેના વિશે જાણીએ. 

વાસ્તુમાં શુભ-અશુભ જેવુ કાંઈજ નથી

વાસ્તુ ધ્યેયલક્ષી છે. વાસ્તુ તમારા લક્ષ્યના આધારે નક્કી થાય છે. સૌથી પહેલી વાત કે દરેક ઘરની પોતાની અલગ કુંડલી પ્રમાણે અલગ વાસ્તુ હોય છે. વાસ્તુમાં શુભ- અશુભ જેવુ કાંઈજ નથી હોતું. તમે દરેક લોકોએ માં પાર્વતી અને શિવની કથા સાંભળી હશે, જ્યારે માં પાર્વતીએ પુત્રને ગણેશને પોતાનો દ્વારપાળ બનાવ્યા હતા. દ્વારપાળ બનેલા ગણેશજીએ પાર્વતીજીના પતિ શિવજીને પણ ઘરમાં આવવા દીધા નહોતાં. તે પછી શિવજીએ ક્રોધમાં આવીને શું કહ્યું હતું, તે આપ સૌ જાણો છો. 

શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર 

આ બાબતે જ્યોતિષશાસ્ત્રનું કહેવું છે કે, ગણેશજીને કેતુ ગ્રહના પ્રતીક માનવામાં આવે છે. ગણેશજી આપણને ભ્રમમાંથી દુર કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ગણેશજી આપણા ધર્મમાં પૂજનીય છે. તે પ્રથમ પૂજ્ય દેવતા છે. ગણેશજી ગજમુખ છે, તીવ્ર બુદ્ધિ અને સ્મરણ શક્તિના પ્રતીક છે. તો શું આપણે આપણા દેવતાને ઘરની બહાર રાખવા જોઈએ? કોઈ પૂજનીય પ્રતિમાને ઘરની બહાર રાખી શકાય નહીં. દરવાજા પર આપણે નજરબટ્ટુ મૂકીએ છીએ જેથી નકારાત્મકતા અંદર ન આવે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. જરૂરી નથી કે તમે નજરબટ્ટુની જેમ ગણેશજીને દરવાજા પર લગાવો

રોજ સવારે એકવાર અવશ્ય મુખ્ય દરવાજાની સફાઈ કરવી જોઈએ

વાસ્તુ પ્રમાણે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કે તમારા ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર મોટો હોવો જોઈએ, ભવ્ય હોવો જોઈએ, મુખ્ય દરવાજો હંમેશા સાફ રાખવો જોઈએ, કારણ કે લક્ષ્મીનો પ્રવેશ હંમેશા મુખ્ય દરવાજા પરથી થાય છે. જો ત્યાં ગંદકી હશે તો માં લક્ષ્મી પરત જતા રહે છે એટલે રોજ સવારે એકવાર અવશ્ય મુખ્ય દરવાજાની સફાઈ કરવી જોઈએ. આપણે દરવાજાના ખૂણામાં ક્યાંક કાળા રંગનું નજરબટ્ટુ રાખી શકીએ છીએ. ભગવાન ગણેશની મૂર્તિ ઘરની બહાર સ્થાપિત કરવામાં આવે તો ત્યાં એકથી દોઢ વર્ષમાં ઘરના લોકોને કષ્ટ જેવી સ્થિતિનું નિર્માણ થઈ જાય છે. એટલું જ નહીં, ઘણી વખત પોલીસના ચક્કર પણ મારવા પડે તેવા અનેક કિસ્સા બનેલા છે.

ગણેશજીને ઘરમાં ક્યા બિરાજમાન કરવા જોઈએ?

ગણેશજી ઉત્તર દિશાનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે તેમને ત્યાં રાખવા જોઈએ. ઘરમાં સ્ફટિકના ગણેશજીને રાખવાથી માનસિક શાંતિ મળે છે અને યાદશક્તિ વધે છે. આપણા વ્યવસાય અને આપણા સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. એટલે કે ભગવાન ગણેશને ઘરની અંદર ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા જોઈએ.



Google NewsGoogle News