શું તમને ખબર છે તાળી પાડવાની શરૂઆત ક્યારથી થઈ, જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
Image Source: Freepik
અમદાવાદ, તા. 02 જૂન 2023 શુક્રવાર
કોઈ પણ ઘર, મંદિર કે ગલીમાં ભજન-કીર્તન ચાલી રહ્યા હોય કે પછી આરતી, લોકો તાળી જરૂર પાડે છે. જ્યારે ભજન-કીર્તનમાં વગાડવા માટે ઘણા પ્રકારના વાદ્ય યંત્ર હોવા છતાં લોકોને તાળી પાડવાની જરૂર કેમ પડે છે. આ પરંપરા ક્યારથી શરૂ થઈ અને ત્યારથી સતત કેમ ચાલતી આવી છે. શું તાળી પાડવાના વૈજ્ઞાનિક અને ધાર્મિક ફાયદા પણ છે?.
ભક્ત પ્રહલાદ
એક પૌરાણિક કથા અનુસાર તાળી પાડવાની શરૂઆત ભગવાન વિષ્ણના પરમ ભક્ત કહેવાતા પ્રહલાદે કરી હતી. પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપને વિષ્ણુ ભક્તિ ગમતી નહોતી. આ માટે તેમણે ઘણા ઉપાય પણ કર્યા પરંતુ પ્રહલાદ પર તેની કોઈ અસર થઈ નહીં. થાકી-હારીને હિરણ્યકશ્યપે પ્રહલાદના તમામ વાદ્ય યંત્રોનો નાશ કરી નાંખ્યો. હિરણ્યકશ્યપને લાગ્યુ કે આવુ કરવાથી પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ કરી શકશે નહીં.
આ રીતે પડ્યુ નામ
જોકે, પ્રહલાદ પણ હાર માને તેમ નહોતો. તેણે શ્રીહરિ વિષ્ણુના ભજનોને તાલ આપવા માટે બંને હાથોને એકબીજા સાથે અથડાવવાનું શરૂ કર્યુ. આનાથી એક તાલનું નિર્માણ થયુ. આ કારણે આનું નામ તાળી પડ્યુ. જે બાદથી દરેક ભજન-કીર્તનમાં તાળી પાડવાની પરંપરા શરૂ થઈ.
ધાર્મિક મહત્વ
એવી માન્યતા છે કે તાળી પાડવાના માધ્યમથી ભગવાનને પોતાના કષ્ટોને સાંભળવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. આવુ કરવાથી ભગવાનનું ધ્યાન આકર્ષિત થાય છે. ભજન-કીર્તન કે આરતી દરમિયાન તાળી પાડવાથી પાપોનો નાશ થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે.
વૈજ્ઞાનિક મહત્વ
વૈજ્ઞાનિક કારણ અનુસાર તાળી પાડવાથી હથેળીઓના એક્યૂપ્રેશર પોઈન્ટ પર દબાણ પડે છે અને હૃદય, ફેફસા સંબંધિત રોગોમાં લાભ મળે છે. તાળી પાડવાથી બ્લડ પ્રેશર યોગ્ય રહે છે. તાળી પાડવી એક પ્રકારનો યોગ પણ માનવામાં આવે છે. આવુ દરરોજ કરવાથી ઘણા પ્રકારના રોગોથી મુક્તિ મળે છે.