Get The App

શનિ દેવની નારાજગી દૂર કરવા માટે કરો આ ઉપાય, મિનિટોમાં થશે કામ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
શનિ દેવની નારાજગી દૂર કરવા માટે કરો આ ઉપાય, મિનિટોમાં થશે કામ 1 - image


Image: X

Shani Dev: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે શનિ દેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર જ સારું કે ખરાબ ફળ આપે છે જો તમે અજાણતા ખરાબ કાર્યો કર્યા છે તો તમે શનિ દેવની દ્રષ્ટિથી બચી શકશો નહીં અને તેનો દંડ જરૂર મળે છે.

શનિ દેવની નારાજગીથી પણ જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે. શનિ દેવ જ્યારે કોઈનાથી નારાજ થઈ જાય છે તો તેને પરિશ્રમનું ફળ મળતું નથી, સંબંધોમાં ખટાશ આવે છે, સંબંધો તૂટી જાય છે, આર્થિક અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. તેથી એવું કોઈ કાર્ય ન કરો, જેનાથી તમને શનિ દેવની નારાજગીનો સામનો કરવો પડે.

જે લોકોની કુંડલીમાં શનિ કમજોર સ્થિતિમાં હોય, શનિની સાડાસાતી કે ઢૈય્યા ચાલી રહી હોય તો આવા લોકોને પણ શનિ મહારાજ ખૂબ મુશ્કેલીઓમાં મૂકી દે છે. 

શનિ દેવને પ્રસન્ન કરવાના ઉપાય

જ્યોતિષ અનુસાર શનિવારના દિવસે શનિ દેવની પૂજા કરવાથી તે ખૂબ પ્રસન્ન થાય છે. સાથે જ આ દિવસે હનુમાનજીની પણ પૂજા કરો. આનાથી તમામ કષ્ટોથી મુક્તિ મળશે.

શનિવારના દિવસે શનિ મહારાજની સાથે જ પીપળાના વૃક્ષની પણ પૂજા કરો. પીપળાના વૃક્ષમાં જળ ચઢાવો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો.

જો તમારાથી અજાણતા કોઈ ભૂલ થઈ છે તો શનિ દેવ પાસે પોતાની ભૂલો માટે માફી માગો. સારા કર્મ કરવાના સોગંદ લો અને ભૂલોનું પ્રાયશ્ચિત કરો, તેનાથી શનિ દેવ તમારું કલ્યાણ કરશે. 

શનિ દેવની કૃપા મેળવવા ઈચ્છો છો તો ભૂલથી પણ મૂંગા પશુઓ, મજૂર વર્ગ, અસહાય અને વૃદ્ધોને હેરાન કરો.


Google NewsGoogle News